Surat Textile Market News: રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને રાજ્યમાં ફાયર તંત્ર એક્ટીવ બની આકરી કાર્યવાહી કરી રહ્યું છે. સ્કુલ, મોલ, થીયેટર જેવી જાહેર જગ્યા પર ફાયર સેફ્ટી ન હોવાને લઈને તે જગ્યાને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ કાપડ માર્કેટને(Surat Textile Market News) સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષે ભરાય રસ્તા પર ઉતરી આવ્યા હતા. વેપારીઓ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સુરતમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે માર્કેટને સીલ કરવામાં આવી છે જેના પગલે ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતાં. ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જેથી પ્રદર્શન કરી રહેલા વેપારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ સર્જાયું હતું.
કોઈ જવાબ આપતું નથી
વેપારીઓેએ દુકાન ખોલવા માંગ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી માર્કેટને સીલ કરવામાં આવી છે. 14 માર્કેટમાં કામ કરતા હજારો કર્મચારીઓની રોજગારી છીનવાય ગઈ છે. માર્કેટ સીલ કર્યા બાદ માર્કેટ કયારે ખોલશે તે અંગે કોઈ જવાબ આપતું નથી, તેમજ અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. હાઈકોર્ટનો મુદ્દો છે પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આજે માર્કેટ નહી ખુલ્લે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી વેપારીઓએ ઉચ્ચારી હતી. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ noc મામલે દુકાનદારો પાલિકા સામે વિરોધ કર્યો હતો.
સુરતના મોટા વરાછા વિસ્તાર માં વિરોધ
સુરતના કેટલાક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને પાલિકા દ્વારા સીલ કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારની તુલસી આર્કેડમાં ફાયર અને પાલિકા દ્વારા NOC ન હોવાના કારણે તુલસી આર્કેડ સિલ કરવામાં આવ્યું હતું. જો કે વેપારીઓએ noc લીધા બાદ પણ સીલ ન ખોલતા વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.
છેલ્લા 3 દિવસથી ફાયર NOC આવી ગઈ અને અનેક વખત રજુઆત કર્યા બાદ છતાં પણ સિલ નથી ખોલાયાના આક્ષેપ વેપારીઓ કરી રહયા છે. તુલસી આર્કેડ માં 350 દુકાનો આવેલી છે. જેના કારણે દરરોજ નું વેપારીઓ ને નુકશાન જતું હોવાથી વેપારીઓએ વિરોધ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App