PM Modi Oath Ceremony: આજે (9 જૂન) મોદી સરકાર 3.0 બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે તેમના કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. શપથ ગ્રહણ(PM Modi Oath Ceremony ) પહેલા નવી સરકારની કેબિનેટની રચના પણ કરવાની હોય છે. દરમિયાન એનડીએના સંભવિત મંત્રીઓના નામની ચર્ચા સવારથી જ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએના કેટલાક નેતાઓને કેબિનેટ માટે ફોન આવવા લાગ્યા છે. ચાલો જાણીએ મોદી સરકાર 3.0 માં સંભવિત મંત્રીઓ કોણ છે.
કયા નેતાઓનો ફોન આવ્યો?
સૂત્રોના જણાવ્યા અનુસાર NDA નેતાઓને બીજેપી હાઈકમાન્ડ તરફથી ફોન આવવા લાગ્યા છે. આ વખતે મોદી સરકાર 3.0માં TDP અને JDUની મોટી ભૂમિકા છે. આવી સ્થિતિમાં ભાજપની સાથે સહયોગી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. અત્યાર સુધી, અમે એવા નેતાઓના નામ આપી રહ્યા છીએ જેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.
PM મોદીની જીતની અમેરિકાના 22 શહેરોમાં ખુશી
લોકસભા ચૂંટણી 2024માં સતત ત્રીજી વખત એનડીએની જીત બાદ ભાજપની અમેરિકન શાખાએ પણ જીતની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ભાજપની યુએસ વિંગ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએ (OFBJP-USA) અમેરિકાના લગભગ બે ડઝન શહેરોમાં પાર્ટીની જીત અને વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની ઉજવણી કરશે.
મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી પાંચ ચહેરા
તેની સાથે સાથે ગુજરાત ક્વોટામાંથી પણ ચાર સાંસદને મંત્રી બનાવવામાં આવશે. જેમાં અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા (મહિલા અને કોળી ચહેરો) અને એસ.જયશંકરનો સમાવેશ થાય છે. હાલ આ પાંચેયને શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા છે. જો કે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તુ કાપવામાં આવ્યું છે.
આમાં બ્રાહ્મણ ચહેરાઓ સાથે ઓબીસી, દલિત ચહેરાઓ પર ફોકસ કરવામાં આવશે. આ વખતે મોદી 2.0 કેબિનેટમાંથી રાજનાથ અને અનુપ્રિયા મંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે. એવા સમાચાર છે કે PM મોદી ત્રીજી વખત શપથ લેતા પહેલા તેમની નવી કેબિનેટના નવા મંત્રીઓને મળી શકે છે. કેબિનેટને લઈને ખેંચતાણ ચાલુ છે. JDUને 3, LJPને 1, TDPને 3 અને HAM પાર્ટીને 1 મંત્રાલય આપવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી કંઈ સત્તાવાર જાહેર થયું નથી. શપથ ગ્રહણ સાંજે 7.15 કલાકે થશે.
#WATCH | Delhi: PM-designate Narendra Modi along with CDS Gen Anil Chauhan, Army Chief Gen Manoj Pande, Indian Navy Chief Admiral Dinesh Tripathi, and VCAS Air Vice Marshal Amar Preet Singh laid wreath at the National War Memorial, ahead of his swearing-in ceremony, to be held… pic.twitter.com/CvjK8PWxqq
— ANI (@ANI) June 9, 2024
મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજરી આપશે
મળતી માહિતી મુજબ, ભાજપ નાણા, સંરક્ષણ, ગૃહ, વિદેશ અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો જાળવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સમારંભ સાંજે 7.15 વાગ્યે શરૂ થશે અને રાત્રે 8 વાગ્યે સમાપ્ત થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App