‘Auro Mai Kaha Dum Tha’ Trailer Release: જ્યારથી અજય દેવગણ અને તબુ સ્ટારર ફિલ્મ ‘ઓર મેં કહાં દમ થા’નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે ત્યારથી ચાહકો તેના માટે ઉત્સાહિત છે. હવે આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે અને ચાહકો લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર એકબીજા સાથે રોમાન્સ(‘Auro Mai Kaha Dum Tha’ Trailer Release) કરતા જોઈને ખૂબ જ ખુશ થયા છે. ફેન્સને ફિલ્મનું ટ્રેલર ઘણું પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ 5 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
ત્રણ મિનિટ લાંબા ‘ઓરોં મેં કહાં દમ થા’ ટ્રેલરમાં, યુવાન અજય દેવગનની ભૂમિકા ભજવી રહેલા શાંતનુ મહેશ્વરી, યુવાન તબ્બુના પાત્ર એટલે કે સાઈ માંજરેકર સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. બાદમાં એક હત્યાનો બનાવ તેમને અલગ પાડે છે અને અજય દેવગન જેલમાં જાય છે. આ ઘટનાના વર્ષો પછી અજય દેવગન જેલમાંથી બહાર આવે છે. જે બાદ અજય દેવગન અને તબ્બુ ફરી ભેગા થઇ જાય છે. આ સમય દરમિયાન, જીમી શેરગીલ પણ ટ્રેલરમાં પ્રવેશ કરે છે, જે જાણવા માંગે છે કે 18 વર્ષ પહેલા શું થયું હતું.
છેલ્લે અજય દેવગનની શાયરીએ દિલ જીતી લીધું
ટ્રેલરના અંતમાં અજય દેવગનના અવાજમાં આ સુંદર શાયરી આવે છે, જે લોકોના દિલ જીતી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોની જૂની યાદો તાજી થઈ ગઈ અને તેઓએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, “અજય દેવગનના ફેન્સ અહીં એકઠા થયા છે.” અન્ય એક પ્રશંસકે લખ્યું, “અજય દેવગનને આ રોલમાં જોવાની લાગણી માત્ર 90ના દાયકાના લોકો જ સમજી શકે છે.”
નીરજ પાંડેએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું
અજય દેવગન, તબ્બુ, જિમ્મી શેરગિલ, શાંતનુ મહેશ્વરી અને સાઈ માંજરેકર અભિનીત આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ નરેન્દ્ર હિરાવત, કુમાર મંગત પાઠક, સંગીતા આહીર અને શીતલ ભાટિયાએ કર્યું છે. ફિલ્મનું સંગીત એમએમ કીરાવાણીનું છે, જ્યારે ગીતો મનોજ મુન્તાશીરે લખ્યા છે.
દિલને સ્પર્શી જતી આ શાયરી
‘જબ દિલ સે ધુઆં ઉઠા, બરસાત કા મૌસમ થા…
સૌ દર્દ દિએ ઉસને, જો દર્દ કા મરહમ થા…
હમને હી સિતમ ઢાણે, હમને હી કહર તોડે…
દુશ્મન થે હમી અપને, ઔરો મે કહા દમ થા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App