Hapur Accident: ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લામાં ફરી એકવાર અકસ્માતનો કહેર જોવા મળ્યો છે. ગંગામાં સ્નાન કરીને પરત ફરી રહેલા ભક્તોની પુરપાટ ઝડપે આવતી કાર અચાનક બેકાબુ થઈ ગઈ હતી, જે બાદ ડિવાઈડર કૂદીને દિલ્હી તરફથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. ત્યારે આ ભયાનક માર્ગ અકસ્માતમાં બંને કારમાં સવાર એક મહિલા સહિત 6 લોકો ઘાયલ(Hapur Accident) થયા હતા. સાથે જ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બેની ગંભીર હાલતને જોતા ડોક્ટરે તેમને મેરઠ રિફર કર્યા હતા. તો પોલીસે મૃતક ભક્તની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
ગંગા સ્નાન કરીને આવતા ભક્તોને અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ, સમગ્ર મામલો હાપુડ જિલ્લાના બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશન બાબુગઢ વિસ્તારના અલીપુર ફ્લાયઓવર પર ગંગા સ્નાન કરીને આવી રહેલા ભક્તોને લઈ જતી કાર અચાનક કાબૂ બહાર નીકળી ગઈ અને ડિવાઈડર ઓળંગીને દિલ્હી બાજુથી ગઢ તરફ જઈ રહેલી બીજી કાર સાથે અથડાઈ.
અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારને ભારે નુકસાન થયું હતું. ગંગામાં સ્નાન કરીને આવનાર ભક્તોમાં વજિલપુરના રહેવાસી અમિત કુમાર, શનિ, આકાશ અને મુઝફ્ફરનગરના રહેવાસી આયુષનો સમાવેશ થાય છે. દિલ્હીના રહેવાસી પવન અને કવિતા ગુપ્તા દિલ્હીથી આવી રહેલી કારમાં હતા. માર્ગ અકસ્માતમાં બંને કારમાં સવાર છ લોકો ઘાયલ થયા હતા.
કારનો કુરચો વળી ગયો
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આયુષનું સારવાર દરમિયાન મોત થયું હતું. તે જ સમયે, ડૉક્ટરે દિલ્હીના રહેવાસી દંપતી પવન અને કવિતા ગુપ્તાને તેમની ગંભીર સ્થિતિને કારણે મેરઠ રેફર કરી દીધા હતા. બાકીના ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે પરિવારના તમામ સભ્યોને જાણ કરી ક્રેઈનની મદદથી વાહનોને સ્થળ પરથી હટાવ્યા હતા.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
આ મામલામાં બાબુગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી વિજય ગુપ્તાએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બેની ગંભીર હાલતને કારણે મેરઠ રિફર કરવામાં આવ્યા છે. દરેકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App