4500 વર્ષ જૂનું મળ્યું ‘મૃતકોનું શહેર’, અહીં 300થી વધુ મૃતદેહો છે મોજૂદ; હાલત જોઈને ચોંકી જશો!

City of The Dead: માનવ ઇતિહાસમાં એવી ઘણી વસ્તુઓ છે જે સમય સાથે અદૃશ્ય થઈ જાય છે. ક્યારેક જ્યારે આ સ્તરો દૂર કરવામાં આવે છે, ત્યારે ઘણા ચોંકાવનારા સત્યો પ્રકાશમાં આવે છે. આવું જ એક સત્ય ઇજિપ્તના એક વિસ્તારમાંથી સામે આવ્યું, જ્યારે મૃત લોકોનું(City of The Dead) એક શહેર પ્રકાશમાં આવ્યું. 2 લાખ 70 હજાર ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં 300થી વધુ કબરો મળી આવી છે. જ્યારે આર્કિયોલોજીસ્ટએ તેને જોયું તો તેઓ પણ દંગ રહી ગયા.

આ શહેરનું નામ અસ્વાન છે. અહીં માત્ર મૃતદેહો જ પડ્યા હોવાથીઆર્કિયોલોજીસ્ટએ તેને મૃતકોનું શહેર ગણાવ્યું છે. આ સ્થાન પર કુલ 36 કબરો છે, જેમાંથી દરેક કબરમાં 30 થી 40 મમી છે. તમે કલ્પના કરી શકો છો કે અહીં કેટલા મૃતદેહો દફનાવવામાં આવ્યા હશે.

‘મૃતકોનું શહેર’ 4500 વર્ષ જૂનું છે
આર્કિયોલોજીસ્ટ આ રહસ્યમય શહેર વિશે વધુ જાણતા નથી. જો કે, એવું કહેવામાં આવે છે કે લગભગ 900 વર્ષ પહેલા આ કબરોનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્થાન પર 10 સમાધિઓનું ટેરેસ છે,

જેની વ્યવસ્થા એસેમ્બલી ઓફ લીગ ઓફ નેશન્સનાં ભૂતપૂર્વ પ્રમુખ આગા ખાન III દ્વારા કરવામાં આવી હતી. મિલાન યુનિવર્સિટીના આર્કિયોલોજીસ્ટ પેટ્રિઝિયા પિયાસેન્ટિની પણ આ શહેરની શોધ કરનાર ટીમનો ભાગ હતા. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ અનોખી શોધ છે.

આ કબરોની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા 
એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 6થી 9મી સદીની છે. આ એક ખુલ્લું મેદાન છે જેમાં મિલ્ક બ્રિક સ્થાપિત કરવામાં આવી છે અને પર્વતની શિલાઓ કોતરવામાં આવી છે. કેટલાક મૃતદેહોની હાલત વિશે સાંભળીને તમે દંગ રહી જશો. એક નાનકડા બાળકને તેની માતા સાથે દફનાવવામાં આવ્યો હતો અને તેની મમી હજુ પણ તે જ હાલતમાં છે. આ મૃતદેહોમાંથી કેટલાક કુપોષિત પણ છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે આ લોકો જીવતા રહીને પણ ખરાબ હાલતમાં હતા.