કર્ણાટકના બેંગલુરમાં પૂર્વ પ્રેમીએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એક પૂર્વ પ્રેમી સ્ત્રી નારાજ થઈ તો તેણે એ વ્યક્તિને પોતાના ક્લીનિક પર બોલાવ્યો અને પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. હવે આ કેસમાં મહિલા ડોક્ટરને કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે.
જોકે આ કેસ 2008નો છે. સઈદા અમીદા નહીમ નામની મહિલા દાંતની ડોક્ટર હતી અને તે એક વ્યક્તિને પ્રેમ કરતી હતી પરંતુ કોઈ વાતને લઈને પ્રેમી સાથે તેનો ઝઘડો થઈ ગયો અને તેના પછી સંબંધ પૂરો થઈ ગયો હતો. તેના પછી ડોક્ટરના પ્રેમીએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.
તે વાત પર મહિલા ડોક્ટરને એટલી નારાઝ થઇ કે તેના પૂર્વ પ્રેમી સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું અને તેના ક્લીનિક પર બોલાવ્યો. જ્યારે તેને મળવા પહોંચ્યો તો તે મહિલાએ ડોક્ટરને નશા વાળું જ્યૂસ પિવડાવી દીધું. પૂર્વ પ્રેમી જ્યારે તેક પીને બેભાન થઈ ગયો ત્યારે મહિલા ડોક્ટરે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપીને નાખી દીધો. જ્યારે પ્રેમી હોશમાં આવ્યો તો તેને દુખાવો થઈ રહ્યો હતો અને તેની આસપાસ લોહી જોયું.
આ જોઈને મહિલા ડોક્ટર ગભરાય ગઈ અને ત્યાંના જ એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવીને ત્યાંથી ફરાર થઈ ગઈ. મહિલા ડોક્ટર સઈદા અને તે વ્યક્તિનો સંબંધ ત્યારે બંધાયો હતો જ્યારે તે મૈસૂરમાં રહેતી હતી. પરંતુ તેનાથી અલગ થયા બાદ પ્રેમીએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા જે તેને પસંદ નહોતું. તેણે પૂર્વ પ્રેમીનો શોધી કાઢ્યો અને તેનો બદલો લેવા માટે પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. લગભગ 11 જેટલો સમય સુધી ચાલેલા આ કેસમાં જિલ્લા કોર્ટે મહિલા ડોક્ટરને હવે આ અપરાધ માટે 10 વર્ષની જેલ અને બે લાખ રૂપિયા દંડની સજા ફરમાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.