Stock Market: આજે એટલે કે શુક્રવારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. BSE સેન્સેક્સ 708 પોઈન્ટના ઘટાડા(Stock Market) સાથે 81158 ના સ્તર પર જોવા મળ્યો છે. આ સાથે નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24789 પર છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ પરના તમામ શેર લાલ નિશાનમાં જોવા મળ્યા છે.
મળતી માહિતી અનુસાર, આજે સવારે જ સ્થાનિક શેરબજારમાં ઘટાડાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે GIFT નિફ્ટી 24,820ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં લગભગ 215 પોઈન્ટ નીચે છે, જે ભારતીય શેરબજાર માટે સારા સંકેત નથી. એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અમેરિકન શેર બજારો પણ નુકસાન સાથે બંધ થયું હતા.
આની પહેલા ગુરુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો નવી બંધ ઊંચાઈએ બંધ થયા હતા. સેન્સેક્સ 126.21 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 81,867.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 59.75 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 25,010.90 પર જોવા મળ્યો હતો.
શેરબજારમાં ઘટાડાનું શું છે કારણ?
મળતી માહિતી અનુસાર, જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા હોય ત્યારે ક્રૂડ ઓઇલ અને શેરમાર્કેટ પર તેની ઘણી અસરો જોવા મળે છે. હાલ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબનોન છોડવા માટે કહ્યું છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને લેબનોન ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. તેણે તેના નાગરિકોને લેબનોન છોડવા પણ કહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App