ઠેર-ઠેર તિરંગાયાત્રા સાથે દેશભરમાં થઈ રહી છે સ્વતંત્રતા દિવસની અનોખી ઉજણી; જુઓ વિડીયો

Har Ghar Tiranga Abhiyan: સ્વતંત્રતા દિવસની ઉજણી દેશભરમાં ચાલી રહી છે. 9 ઓગસ્ટથી જ દેશના દરેક ખૂણે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહિ સ્વતંત્રતા દિવસના એક અઠવાડીયા પહેલા જ હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું(Har Ghar Tiranga Abhiyan) આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ઘણા વિડીયો સોશીયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ 2024 ની થીમ ‘વિકસિત ભારત’ છે. અને આ થીમ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝનનું પ્રતિક છે. આ સાથે જ આ થીમ દેશના એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને હેલ્થકેર જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

‘હર ઘર તિરંગા’ અભિયાનને ધ્યાનમાં રાખીને શ્રીનગર સેક્ટર સીઆરપીએફએ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીઆરપીએફના જવાનોe ભાગ લીધો હતો. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં તિરંગા પ્રત્યે આદરની ભાવના જગાડવા અને તેમને સંદેશ આપવા માટે છે.

દેશના દરેક ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્વતંત્રતા દિવસ પહેલા આજે તેમના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો.

મેઘાલયના શિલોંગમાં પણ CRPF દ્વારા’હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે તિરંગા રેલીનું આયોજન કરે છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં BSF દ્વારા 78મા સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા’ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે સ્વતંત્રતા પર્વના ભાગરૂપે યોજવામાં આવી રહેલી તિરંગા રેલીમાં સૌ કોઈ ભાગ લઈ રહી સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ રેલીમાં ભાગ લીધો હતો.