અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની ગાંધીનગરમાં બંધ બારણે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા

HM Amit Shah: ગુજરાતના રાજકારણને લઇને મોટા સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની(HM Amit Shah) 20 મિનિટની મિટિંગ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે હજુ સુધી આ મુલાકાત ક્યા કારણોસરથી થઇ હતી તે હજુ સામે આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જ અમદાવાદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે ગતરોજ સાંજે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રોક્યા હતા.

જો કે આ દરમિયાન ભાજપ સરકારને અનેક મુદ્દે ઘેરતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાાએ મિટિંગ કરી હતી.

સર્કિટ હાઉસમાં બંધ બારણે 20 મિનિટ કરતાં વધુ વાતચીત ચાલી હતી. જો કે આ મિટિંગ ક્યા મામલે થઈ હતી તે હજી સુધી સામે આવ્યું નથી. તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.