ગુજરાતમાં વરસાદના કહેરથી સ્થિતિ વધુ વણસી છે અને આજે એટલે કે મંગળવારે પણ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને (baroda rain news) કારણે 3 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. હવામાન વિભાગે 27 ઓગસ્ટે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.
24 કલાકમાં ગુજરાતમાં કુલ 251 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ 14 ઈંચ વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખીરસરા ગામમાં પાણી ભરાવાથી લોકો પરેશાન છે અને અનેક લોકોએ અવરજવર માટે જેસીબીનો સહારો લીધો છે. કચ્છમાં પાણીના જોરદાર પ્રવાહમાં અનેક ભેંસો ધોવાઈ ગઈ હતી. એનડીઆરએફની ટીમ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ
જણાવી દઈએ કે, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા વધારે જણાવવામાં આવી રહી છે તેમજ પવનની ઝડપ પણ વધારે રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાતના 12થી સવારે 8 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ નોંધાયાનું પણ સામે આવ્યું છે. જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે.
સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આજે અમરેલી જિલ્લામાં 4થી 5 ઇંટ વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી છે. આ સાથે પવનની ઝડપ પ્રતિ કલાકે 24 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 27 થી 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. આખા સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 10એ જિલ્લામાં રેડ એલર્ટ સાથે થડરસ્ટોર્મ એક્ટિવિટી અને 41-61 કિલોમીટર (ગસ્ટિંગ સાથે) ગતિના પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
નાગમતી નદી બે કાંઠે
જામનગર જિલ્લામાં આજે તારીખ 27 ના રોજ 6થી 7 ઇંચ વરસાદ પડવાની શક્યતા તેમજ આગામી તારીખ 28 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. હાલ જામનગરના ઘાંચીની ખડકી વિસ્તારમાં આવેલા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મકાનો પાણીમાં ડુબતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં જનજીવન ઉપર પણ ભારે અસર થઈ છે. આ સાથે જ, રંગમતી નાગમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App