ભારે વરસાદના કારણે ગુજરાતના 34 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઇવે અને ST બસના 433 રૂટ બંધ: મુસાફરી કરતાં પહેલા વાંચી લો આ લીસ્ટ

Heavy Rain in Gujarat: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદને કારણે મુસાફરી મુશ્કેલ બનતી જાય છે. રાજ્યના 22 સ્ટેટ હાઈવે પૂરતા પ્રમાણમાં પાણી ભરાવાથી બંધ(Heavy Rain in Gujarat) થયા છે, જે અનેક વિસ્તારોને અવરોધિત કરી રહ્યા છે. આ ઉપરાંત, 549 પંચાયત હસ્તકના અને 37 અન્ય માર્ગો પણ ભારે વરસાદના કારણે બંધ છે. રસ્તા બંધ થવાથી ST સેવાને પણ મોટી અસર જોવા મળી છે, જેના કારણે 8 જિલ્લાઓમાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ કરવામાં આવી છે.

ગુજરાતના 22 સ્ટેટ હાઈવે પાણી ભરાવવાના કારણે બંધ
ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગુજરાતના 22 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેના પગલે આ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાં અન્ય 37 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. વિવિધ પંચાયતો અંતર્ગત આવતા 549 રસ્તાઓ પણ બંધ થયા છે. આમ રાજ્યના કૂલ 608 રોડ રસ્તાઓ બંધ થયા છે.

એસટી બસની કઈ ટ્રીપો અને કયા રુટ બંધ?
14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રીપ પૈકી 583 રૂટ બંધ

દાહોદ- 15 રૂટ, 242 ટ્રીપ
મહીસાગર- 10 રૂટ, 112 ટ્રીપ
પંચમહાલ- 5 રૂટ, 63 ટ્રીપ
આણંદ- 6 રૂટ, 12 ટ્રીપ
ખેડા- 7 રૂટ, 18 ટ્રીપ
સુરત- 5 રૂટ, 14 ટ્રીપ
નવસારી- 3 રૂટ, 43 ટ્રીપ
વલસાડ- 8 રૂટ, 27 ટ્રીપ\

હવાઈ મુસાફરી કરનાર પેસેન્જર માટે અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરી
તો બીજી તરફ ગુજરાત રાજ્યનું અને તેમાં પણ અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.