ગૌતમ અદાણી બન્યા સૌથી અમીર ભારતીય નાગરિક, મુકેશ અંબાણી બાદ કોણ છે ત્રીજા ક્રમે જાણો

મુકેશ અંબાણીને પાછળ છોડીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ (Richest person in India Asia) બની ગયા છે. જી હા… મુકેશ અંબાણી લાંબા સમય સુધી ભારતના સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ હવે આ તાજ ગૌતમ અદાણીના (Gautam Adani Networth) નામે ગયો છે. હુરુન ઈન્ડિયા રિચ 2024ની યાદી અનુસાર આ યાદીમાં કુલ 1,539 ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓની સંપત્તિ 1,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ યાદીમાં ગૌતમ અદાણીનું નામ ટોચ પર છે, જ્યારે મુકેશ અંબાણી બીજા સ્થાને છે. આ યાદી 31 જુલાઈ, 2024ના ડેટા અનુસાર બનાવવામાં આવી છે.

ગૌતમ અદાણીની સંપત્તિ Gautam Adani Networth
હુરુન ઈન્ડિયા રિચ 2024ની યાદી અનુસાર, 62 વર્ષીય ગૌતમ અદાણીની સંપત્તિ 1,61,800 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ યાદીમાં બીજા સ્થાને મુકેશ અંબાણીનું નામ છે, જેમની સંપત્તિ 1,014,700 કરોડ રૂપિયા છે. HCLના શિવ નાદરનું નામ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 314,000 કરોડ રૂપિયા છે. સાયરસ પૂનાવાલાનું નામ ચોથા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 289,900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. યાદીમાં પાંચમા સ્થાને સન ફાર્માના દિલીપ સંઘવીનું નામ છે, જેઓ કુલ 249,900 કરોડ રૂપિયાના માલિક છે.

કુમાર મંગલમ બિરલા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે અને તેમની કુલ સંપત્તિ 235,200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હિન્દુજાના ગોપીચંદ હિન્દુજાની નેટવર્થ 192,700 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ યાદીમાં રાધાકૃષ્ણ દામાણી 190,900 કરોડની સંપત્તિ સાથે આઠમા સ્થાને છે. અઝીમ પ્રેમજીનું નામ યાદીમાં 9મા સ્થાને છે, જેમની કુલ સંપત્તિ 190,700 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નીરજ બજાજનું નામ આ યાદીમાં 10મા સ્થાને છે, જેની કુલ સંપત્તિ 162,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે
ભારતીય મનોરંજન ઉદ્યોગના બાદશાહ શાહરૂખ ખાન પણ પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં સામેલ થવામાં સફળ થયા છે. તેમની સંપત્તિ 7,300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીના કારણે તેણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ લિસ્ટમાં કિંગ ખાન ઉપરાંત અમિતાભ બચ્ચન, જુહી ચાવલા અને ફેમિલી, કરણ જોહર અને રિતિક રોશન જેવા સ્ટાર્સના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

1539 ભારતીયોની સંપત્તિ 1000 કરોડથી વધુ…
આ વર્ષે, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં કુલ 1,539 લોકો સામેલ છે, જેમની કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 1,000 કરોડથી વધુ છે. 1,539નો આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 220 વધુ છે. રિચ લિસ્ટ 2024માં પહેલીવાર 272 લોકોના નામ નોંધાયા છે. આ વખતે, રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિના માલિકોની સંખ્યા પ્રથમ વખત 1,500નો આંકડો વટાવી ગઈ છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 86 ટકાનો વધારો થયો છે.

રિચ લિસ્ટ 2024માં 18 લોકોની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે આ આંકડો 12 હતો, અને 10 વર્ષ પહેલાં હુરુન ઈન્ડિયાની (Hurun India Rich Lis) યાદીમાં ફક્ત બે જ લોકોની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.