માધવપ્રિય પર વધુ એક ગુનો નોંધાયો: કરોડોના હીરાના મશીન ઓર્ડર કરીને ફરી ગયા અને વેપારીને ચૂનો માર્યો

સ્વામીનારાયણ સંપ્રદાયને કલંક લગાવનાર માધવપ્રિય સ્વામી પર વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે, જેમાં માધવપ્રિયના ( Madhavpriya Swami) સાથી આરોપીઓ દ્વારા પહેલા લેબ્ગ્રોન મશીનનો ઓર્ડર આપી પાછળથી ડિલિવરીના સમયે ઓર્ડર કેન્સલ કરી રૂપિયા પરત માંગીને ખંડણી અને છેતરપિંડી વ્યાજ વસૂલ્યું હતું. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર બાલનંદ એક્સિમ કંપનીના માલિક દિલીપભાઈ જે કાનાણી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે માધવ પ્રિય દાસ સ્વામી અને ગીરીશભાઈ ભાલાળા ( Madhavpriya Swami Girish Bhalala) દ્વારા બાલ નંદ એક્ઝિમ કંપની પાસે લેબ્ગ્રોન મશીનના પાંચ ઓર્ડર આપ્યા હતા. જોકે ડીલેવરી ના સમયે આરોપીઓએ ત્રણ મશીનના ઓર્ડર કેન્સલ કરી દીધા હતા.

ત્યારબાદ બે મશીનના રૂપિયા 1,90,000  દિલીપભાઈને ચૂકવ્યા હતા જોકે એ બે મશીન નો ઓર્ડર પણ માધવપ્રિયએ કેન્સલ કરાવી દીધો હતો. મશીનના ઓર્ડર કેન્સલ કરાવ્યા બાદ દિલીપભાઈ પાસે આરોપીઓએ બે મશીનના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. આ સાથે જ આરોપીઓએ દિલીપભાઈ પાસે આ રૂપિયાનું વ્યાજ પણ વસૂલ્યું હતું. છતાં પણ માધવપ્રિય અને ગિરીશભાઈ આરોપી પાસે વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા.

એટલું જ નહીં આરોપી માધવ પ્રિયએ મિત્ર વિક્રમ સીયાળવા (ભરવાડ)  પાસેથી કોલ કરાવી દિલીપભાઈ પાસે ખંડણી માંગી હતી. અને જો પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સાથે જ જે ચેક આપ્યા હતા. એ ચેક ને બાઉન્સ કરાવવાની પણ ધમકી આપી હતી. અને કહ્યું હતું કે ઝેર ખાવાના પૈસા ન હોય તો હું આપી જાવ ઝેર ખાઈને મરી જજે. જે બાદ ફરિયાદી દિલીપભાઈ કંટાળીને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App