રાજ્ય પરિવહન વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક: જલ્દી કરો, જાણો નોકરી મેળવવાની પ્રોસેસ

GSRTC Apprentice Bharti 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-1961 હેઠળ હાલના નિયમો અનુસાર (GSRTC Apprentice Bharti 2024) એપ્રેન્ટીસ આઈ.ટી.આઈ. ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.

મેરીટ ધોરણે યોજાનારા આ ભરતીમેળામાં જે તે ફિલ્ડ માં  ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેઈન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર સહિતના ટ્રેડ પાસ કરેલા ઉમેદવારોએ વિભાગીય કચેરી, પાનવાડી, એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા-18-09-2024 તા-02/10/2024 સુધી 11 કલાકથી 14 કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમિયાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી લેવાનું કેહવામાં આવ્યું છે.

આ સિવાય ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો સાથે https://apprenticeshipindia.org/ અને https://anubandham.gujarat.gov.in/hom બંન્ને વેબ સાઈટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સાથે અરજી પત્રક તા-02/10/2024ના રોજ 14 કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. (મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ-૧૦ તથા કોપા ટ્રેડ માટે 12 પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે. તેમજ ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે)

જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલી હોય અથવા તો હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ. તેમજ ઉમેદવાર દ્વારા આપેલી ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે. તેવું વિભાગીય નિયામકશ્રી એસ.ટી. ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.