ગુજરાતના કયા TDO સાહેબ ભાજપ નેતા માટે સભ્ય નોંધણી દલાલ બન્યા?

tdo jagdish soni dediyapada bjp sadasyata abhiyan

આજે નર્મદા જિલ્લા કલેકટરને પોતાના નીચેના અધિકારીઓના કારણે નીચા જોયું થઈ ગયું. વાત એમ છે કે ડેડીયાપાડા ના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા (MLA Chaitar Vasava) આજે ટોળા સાથે કલેકટર કચેરી પર ઉમટી પડ્યા હતા. જેને લઈને પોલીસનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો ચૈતર વસાવા નું કહેવું હતું કે ટીડીઓ જગદીશ સોની (TDO Jagdish Soni) એ સરકારી અધિકારીઓ અને બીજેપીના સભ્ય નોંધણી અભિયાનમાં ટાર્ગેટ આપ્યો છે.

યેનકેન પ્રકારે કલેકટર કચેરીમાં પ્રવેશ મેળવીને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને તેમના સમર્થકોએ કલેકટરને મળવાની વાત કરતા કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સમર્થકો સાથે ચૈતર વસાવા એ કલેકટર કચેરીમાં પ્રવેશ કરી લીધો હતો અને ધારાસભ્ય સાથે પોલીસની જીભાજોડી પણ થઈ ગઈ હતી.

પોલીસ સાથે ઉગ્ર વાતચીત ના સંવાદો થતા ચૈતર વસાવા એ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે. સાથે સાથે ચૈતર વસાવાએ કેટલાક બુટલેગરો ના નામ લીધા હતા અને પોલીસ કેટલો હપ્તો લે છે તેવા આંકડા પણ બોલી નાખ્યા હતા. મૂળ આક્ષેપનો મુદ્દો એ હતો કે વહીવટી તંત્ર દ્વારા ભાજપના સભ્યો બનાવવા માટે અધિકારીઓને અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

આટલું જ નહીં ચેતર વસાવા એ જણાવ્યું હતું કે 9 સપ્ટેમ્બરના રોજ થી વહીવટી તંત્ર દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયેલા અધિકારીઓ પોતાની નીચેના અધિકારીઓને ટાર્ગેટ આપી રહ્યા છે.

tdo jagdish soni dediyapada bjp sadasyata abhiyan

ડેડીયાપાડા ના ટીડીઓ જગદીશ સોની તો પોતાના whatsapp ના માધ્યમથી ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હોવાનું પણ દેખાઈ આવ્યું હતું. ગુજરાત મુલકી સેવા અને વર્તણૂંક નિયમો -2002 મુજબ આ શિસ્ત ભંગ ગણાય છે ત્યારે જોવું રહ્યું TDO જગદીશ સોની (TDO Jagdish Soni) સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા ના 13000, તલાટી નાના ગામને 5000, તલાટી મોટા ગામને 8000 સભ્યો નોંધણીના ટાર્ગેટ આપ્યા હોવાની વાત કરી હતી. નર્મદા જિલ્લામાં શિક્ષણ સુવિધા હોસ્પિટલો અને રોડ રસ્તાની બરાબર વ્યવસ્થા નથી તે કામ કરવાની પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. ચૈતર વસાવાએ કલેક્ટરને મળ્યા બાદ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કલેક્ટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી અપાઈ છે. જો ચૈતર વસાવાની રજૂઆતો પાંચ દિવસમાં પૂર્ણ નહીં થાય તો સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે આંદોલન કરવામાં આવશે.