સુરતમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વિદ્યાર્થીએ સડસડાટ રિક્ષા ચલાવી, વિડીયોમાં જુઓ રીક્ષાચાલકની ગંભીર બેદરકારી

Surat Viral News: સુરતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શાળાનો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો નજરે પડી રહ્યો છે. રિક્ષાચાલક (Surat Viral News) એક વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા દેતો હોય તેમ જણાય રહ્યું છે. ડીંડોલીના ભરચક વિસ્તારમાં વિદ્યાર્થી સ્કુલ યુનિફોર્મમાં રીક્ષા હંકારી રહ્યો છે.

ત્યારે આજ રીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થિની ટીંગાતી જોવા મળી હતી. ત્યારે આ વિડીયો વાયરલ થતા સલામતીના અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વીડિયો વાઇરલ થતાં ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું હતું.

મળતી મહતી અનુસાર આ વિડીયો તા. 9 સપ્ટેમ્બર 2024ના બપોરના બારેક વાગ્યાના અરસાનો સુરતના ડિંડોલી બસ સ્ટેન્ડ ઓવરબ્રિજ ખાતેનો હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે જ ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી GJ-05-CT 2016 નંબરની ઓટો રિક્ષાચાલક દગડુ ગોરખ ધનગરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે જાણવા મળી રહ્યું છે કે રિક્ષાચાલકે એક વિદ્યાર્થીને આગળ બેસાડી રિક્ષા ચલાવવા આપી દીધી હતી.

આ સાથે જ રિક્ષામાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ ઊભું થયું હતું. આ વીડિયો ડિંડોલી વિસ્તારનો છે તેવું અનુમાન છે. જેમાં રિક્ષાચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ મામલે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહેશે ટે અંગે પણ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.