ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ચાર લોકો ડૂબતા મોત, પાટણમાં શોકનો માહોલ

Ganesh Visarjan Accident Patan

Ganesh Visarjan Accident Patan:: પાટણના સરસ્વતી ડેમમાં બુધવારે સાંજે જોરદાર પ્રવાહ આવતાં સાત લોકો તણાઇ જવાની કરૂણ ઘટના બની હતી. આ સાત વ્યક્તિઓમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ડૂબી ગયા હતા, જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા હતા.

જીલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું કે બુધવારે સાંજે સરસ્વતી ડેમમાં સાત લોકો તણાઈ ગયા હતા. સ્થાનિકોએ બે પુરૂષો અને એક મહિલાને બચાવી લીધા હતા, પરંતુ ચાર લોકો ગુમ થયા હતા.

Ganesh Visarjan Accident Patan

વહીવટીતંત્રે બચાવ અને શોધ કામગીરી માટે પાટણ, મહેસાણા અને સિદ્ધપુરથી 15 ડાઇવર્સને તૈનાત કર્યા હતા, સાથે 15 ટ્રેક્ટર અને અર્થમૂવર, તેમની હેડલાઇટનો ઉપયોગ કરીને રાત્રિના સમયે શોધમાં મદદ કરી હતી. આખી રાતના ઓપરેશન પછી, ચાર મૃતદેહો મળી આવ્યા હતા. પીડિતોની ઓળખ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારના નીતિશ પ્રજાપતિના પત્ની, બાળકો અને ભાઈ અનુક્રમે શિતલ પ્રજાપતિ (37), તેના પુત્રો દક્ષ (17) અને જિમિત (15), અને નયન પ્રજાપતિ (30) તરીકે થઇ હતી.

બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કલેક્ટર, સરસ્વતી પોલીસ અને બી ડિવિઝન પોલીસ હાજર હતા.