સુરતમાં નબીરાઓએ જાહેરમાં BRTS સ્ટેશનમાં માણી દારૂની મહેફિલ, જુઓ વાયરલ વિડીયો

BRTS station Alcohol Party: સુરત શહેરમાં નબીરાઓ વારવાર કાયદાને નેવીએ મૂકી કાયદાનું ઉલઘન કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. લુખ્ખા તત્વોને જાણે કાયદો અને પ્રશાશનો કોઈ ડર જ ન હોય તેમ વિડીયો બનાવી સોશિયલ મીડિયા (BRTS station Alcohol Party) પર અપલોડ પણ કરતા હોય છે. ત્યારે હવે આવો જ એક વિડીયો સામે આવ્યો છે,

જેમાં જાહેરમાં નબીરાઓ  BRTS સ્ટેશન પર જ બહાર ખુલ્લી જગ્યામાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે. બે યુવક જાહેરમાં દારૂ પાર્ટી કરી રહ્યા હોવાનું એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં બે યુવક બિન્દાસ્ત રીતે કોઈનો પણ ડર રાખ્યા વગર જાહેરમાં જ દારૂની મહેફિલ માણી રહ્યા છે.

BRTS સ્ટેશનમાં કરી દારૂની મહેફિલ
આ વિડિયોમાં તમે જોઈ શકો તેમ બને યુવક BRTS સ્ટેશનની બહારની જગ્યાએ જ દારૂ પીય રહ્યા છે. વિડીયો પરથી જાણવા મળ્યું છે કે આ brts સીમાડાનું BRTS સ્ટેશન છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ખલનાયકનું સોંગ વાગી રહ્યું છે. અને કેપ્શનમાં લખ્યું છે મુજકો સરીફો સે લગતા હે ડર…આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. પોતાની જાતને ખલનાયક સમજતા નબીરાઓ સામે હવે સુરત પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ઉલેખનીય છે કે શહેરમાં નબીરાઓના કેટલાક કાયદાનો ભંગ કરનાર વિડીયો સામે આવતા હોય છે અમે અને સુરત પોલીસ દ્વારા તેઓની સામે કડક પગલા પણ લેવામાં આવતા હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો કોઈનો પણ ડર રાખ્યા વગર રીલ્સ બનવવાના ચક્કરમાં નિયમો વિરુધનું કામ કરતા હોય છે. ત્યારે હવે વિડીયો સામે આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.