ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદનાર લોકો માટે એક સારા સમાચાર છે. આ તહેવારોની સિઝનમાં TVS મોટરએ સૌથી લોકપ્રિય સ્કૂટર iQube પર ખૂબ સારી ઓફર રજૂ કરી છે. નવરાત્રીના આ પર્વમાં સ્કૂટર પર 30 હજાર રૂપિયા ના કેશબેકનો ચાન્સ મળી રહ્યો છે. આ ઓફરની જાણકારી કંપની એ પોતાની એક પોસ્ટમાં પણ આપી છે. આવો જાણીએ iQube પર મળનારા ઓફરથી લઈને તેના ફિચર્સ વિશે…
Tvs iQube પર મોટી બચત
આ મહિને જો તમે iQube ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદો છો તો તમને ખૂબ ફાયદો થશે. સ્કૂટરની એક્સ શોરૂમ પ્રાઇસ ₹90,000 થી શરૂ થાય છે. આ ઉપરાંત સ્કૂટર પર 7999 રૂપિયા નું ડાઉન પેમેન્ટ ઓફર પણ ચાલી રહી છે. આટલું જ નહીં 2399 ના સરળ હપ્તે અને નો કોસ્ટ ઈએમઆઈના ઓફર નો પણ આ સ્કૂટર પણ તમે લાભ મેળવી શકો છો.
Tvs iQubeના ફીચર્સ
ઇલેક્ટ્રીક સ્કૂટર પરફોર્મન્સ માટે ૨.૨ કિલો વોટ બેટરી પેક આપવામાં આવે છે. આ સ્કૂટર બે કલાકમાં જ 80% સુધી ચાર્જ થઈ જાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ આ સ્કૂટર 75 km ચાલશે. અચ્યુબમાં તમને અલગ અલગ બેટરી પેક પણ મળે છે. તમે તમારી જરૂરિયાત મુજબ બેટરી પસંદ કરી શકો છો. આ સ્કૂટર ની વધુ એક ખાસ વાત એ છે કે તેમાં 32 લીટરનું સીટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જ્યાં તમે ઘણો સામાન રાખી શકો છો.
અહીંયા તમે બે હેલ્મેટ એકસાથે રાખી શકો છો. અન્ય વસ્તુઓ માટે પણ તેમાં નાના સ્ટોરેજ આપવામાં આવ્યા છે. Tvs iQubeમાં લાંબી અને આરામદાયિક સીટ છે. તેમાં 17.78 સેન્ટીમીટરની ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં ઘણી બધી ડિટેલ્સ જોવા મળે છે. રોજના વપરાશ માટે આ એક ખૂબ સારું સ્કૂટર છે. એની ડિઝાઇન સ્ટાઇલિશ હોવાની સાથે સુરક્ષિત પણ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App