દેશમાં ડ્રગ્સે સર્જ્યો હાહાકાર: અહીંથી ઝડપાયું 20000000000 રૂપિયાનું 500 KG કોકેન, જાણો સમગ્ર ઘટના

Delhi Drugs News: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે 565 કિલોથી વધુ કોકેઈન રિકવર કર્યું છે. સાથે જ આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ડ્રગ્સની (Delhi Drugs News) કિંમત 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ત્યારે પોલીસ પકડાયેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે અને આ ડ્રગ્સ કોના માટે રાજધાનીમાં લઈ જવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું, આ ટોળકી સાથે કોણ કોણ સંકળાયેલું છે, આ અંગે તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. રિપોર્ટ અનુસાર આ સપ્લાય પાછળ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. પોલીસ હવે આ અંગે માહિતી મેળવી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી કોકેન જપ્તી છે. નોંધનિય છે કે, કોકેન એ એક ડ્રગ છે જેનો ઉપયોગ હાઈ પ્રોફાઈલ પાર્ટીઓમાં થાય છે.

4 આરોપીઓની ધરપકડ
પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રગ સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ છે. ત્યારે સ્પેશિયલ સેલે દક્ષિણ દિલ્હીમાં આ દરોડા પાડ્યા છે.

અગાઉ પણ એક મોટી ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ થયો હતો
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ દિલ્હી પોલીસે ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસે 228 કિલો ગાંજા જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 1.14 કરોડ રૂપિયા છે. પોલીસે આ કાર્ટેલના બે સભ્યોની પણ ધરપકડ કરી હતી. પકડાયેલા બે આરોપીઓ પૈકી એક મુખ્ય સપ્લાયર છે.

મળતી માહિતી મુજબ આરોપીઓ આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડરથી ગાંજા લાવતા હતા અને દિલ્હી અને NCRમાં સપ્લાય કરતા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી એનસીઆરમાં ડ્રગ સપ્લાય સામે લડવાનો છે.