23 વર્ષની ઉંમરે શહીદ થયેલાં જવાનની 56 વર્ષ બાદ મળ્યો મૃતદેહ, જાણો સમગ્ર મામલો

Indian Air Force: ઘણીવાર જીવનમાં એવી ઘટના જોવા અને સાંભળવા મળે છે જેના પર વિશ્વાસ થતો નથી. પરંતુ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારમાં રહેતા વાયુસેનાના એક જવાનનું મૃત શરીર ૫૬ વર્ષ બાદ સિયાચીન ગ્લેસીયર પાસે મળી આવ્યું છે. આ વાતની જાણકારી મળતા લોકો અચંબામાં પડી ગયા હતા. ગુરૂવારના રોજ મૃત શરીર તેમના ગામ પહોંચશે. જવાનના પરિવારજનો (Indian Air Force) રીતે રિવાજો સાથે તેના અંતિમ સંસ્કાર કરી શકશે. આશ્ચર્યની વાત એ છે કે બરફમાં દટાયેલા હોવાના કારણે તેનું શરીર હજુ પણ સંપૂર્ણ રીતે ખરાબ થયું ન હતું.

શું છે સમગ્ર મામલો?
ઉપરી પોલીસ અધિકારી સાગર જૈન એ બુધવારે જાણકારી આપી અને જણાવ્યું કે નાનૌતા ક્ષેત્રના ફતેપુર ગામમાં રહેતા મલખાન સિંહ વાયુ સેનાના જવાન હતા અને સાત ફેબ્રુઆરી 1968 ના રોજ હિમાચલ પ્રદેશના સિયાચન પાસે સેનાના વિમાન દુર્ઘટનાની ઘટનામાં તેઓ શહીદ થયા હતા. તેઓની સાથે લગભગ 100 જેટલા જવાનો શહીદ થયા હતા.

જૈન એ જણાવ્યું કે જો કે આ બરફીલા પહાડનો વિસ્તાર હતો એટલા માટે બધી લાશો મળી શકી નહીં. આ કામ ખૂબ મુશ્કેલી ભર્યું હતું. એનો અંદાજો તમે એ પરથી લગાવી શકો છો કે 2019 સુધી ફક્ત 4 લાશ જ મળી છે. જોકે અહીંયા ચાર બીજી પણમળી છે જેમાંથી એક લાશ જવાન મલખાન સિંહની છે.

મલખાન જ્યારે શહીદ થયા ત્યારે તેમની ઉંમર 23 સાલ હતી. એ વખતે તેની પત્ની શીલાદેવી અને એક દોઢ વર્ષનો બાળક રામપ્રસાદ હતો. પરંતુ હવે જ્યારે એની લાશ ગામ પહોંચશે તો તેની પત્ની અને દીકરો હાજર નહીં રહે કારણકે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

આવામાં મલખાન સિંગના અંતિમ સંસ્કાર તેમના પૌત્ર દ્વારા કરવામાં આવશે. અહીંયા હેરાનિની વાત એ છે કે મલખાનના મૃત્યુ બાદ તેની પત્ની શીલાના લગ્ન તેના નાનાભાઈ ચંદ્રપાલ સાથે થઈ ગયા હતા. એવામાં તેને બે દીકરા અને એક દીકરી છે. ગામના લોકો મલખાનને અંતિમ વિદાય આપવાની રાહ જોઈ રહ્યા છે. એવી પણ જાણકારી મળી છે કે મલખાનના નાનાભાઈ ચંદ્રપાલ નું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે.