મમ્મીએ છોકરાના હાથમાંથી મોબાઇલ છીનવી લીધો, તો દીકરાએ આપ્યો ખતરનાક અંજામ

Child mobile Addiction: સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થયો છે. જેમાં એક છોકરો મોબાઈલ માટે પોતાની માતા ઉપર બેટથી હુમલો કરતો જોઈ શકાય છે. આ વિડીયો વાયરલ થવાથી ઇન્ટરનેટ ઉપર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે મોબાઈલ કેટલી હદે બાળકો માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી સેકડો લોકો આ વીડિયોને પોતાના એકાઉન્ટમાંથી શેર કરી ચૂક્યા છે.

(ફોન વ્યસન) વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો સ્કુલ યુનિફોર્મમાં પલંગ પર બેસી મોબાઈલ ઘુમડી રહ્યો છે. નજીકમાં ટીવી પણ ચાલી રહી છે. પરંતુ છોકરો મોબાઇલ ઉપર કોઈ ગેમ રમવામાં વ્યસ્ત છે. એ એટલો બધો વ્યસ્ત છે કે તેણે પોતાનો સ્કૂલ ડ્રેસ પણ બદલ્યો નથી. એ દરમિયાન તેની માતા રૂમમાં આવે છે અને બાળક પાસેથી મોબાઇલ છીનવી લે છે.

મોબાઈલ ફોન છીનવી છોકરાની માતા પોતાનું જમવાનું લઇ નીચે બેસી જાય છે અને ટીવી જોવા લાગે છે. થોડા સમય સુધી છોકરો તે જ સ્થિતિમાં પલંગ પર બેઠો રહે છે અને તેની માતાને જોવા લાગે છે. ત્યારબાદ તે ઊભો થઈ બહાર નીકળે છે અને એક બેટ અંદર લઈને આવે છે. તેની માતા જમી રહી હતી અને તે પાછળથી જ માથાના ભાગ પર જોરથી બેટનો ફટકો મારે છે.

માતા તરત જ જમીન પર ઢળી પડે છે અને દીકરો ફરીથી મોબાઈલ લઈને ગેમ રમવા લાગી જાય છે. હવે આ વીડિયોને લઈને ભાત ભાતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને ખૂબ જૂનો ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ વિડિયો પોસ્ટ કરી આ એક સાચી ઘટના છે એવું દર્શાવી રહ્યા છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે.

આ બધી ચર્ચાઓ વચ્ચે એક વાત સામાન્ય છે કે વિડીયો જૂનો છે, સાચો છે કે સ્ક્રીપ્ટેડ છે એ હાલ ચર્ચાનો વિષય નથી. પરંતુ આ વિડીયો કંઈક અંશે આજના સમયની સાચી સત્ય બાબત કહી જાય છે. મારા તમારા દરેકના ઘરમાં આ પ્રકારના પ્રોબ્લેમ આવતા જ હોય છે.