યુવકોને બંધ રૂમમાં ફટાકટા ફોડવા બન્યા ખતરનાક, થયું એવું કે…જુઓ વાયરલ વિડીયો

Firework Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારની રીલ્સ વાયરલ થાય છે. ક્યારેક કોઈ ડાન્સ કરતું હોય તેનો વિડીયો વાયરલ થઇ જાય છે તો ક્યારેક કોઈ ખાવાની વાનગી વિચિત્ર હોય તેનો વિડીયો વાયરલ થઇ જાય છે અને ક્યારેક તો લડાઈ તથા મારામારીની રીલ (Firework Viral Video) વાયરલ થતી રહે છે. પરંતુ હાલમાં જ એક એવી રીલ વાયરલ થઈ રહી છે જે તમને જોરદારનો ઝટકો આપશે ત્યારે એવું તો શું છે તે રીલ્સમાં આવો જાણીએ…

શું છે સમગ્ર મામલો
વાયરલ રીલમાં જોવા મળે છે કે આ પાંચ મિત્રો એક રૂમમાં ભેગા થયા છે અને તેઓએ ફટાકડાનો મોટો ઢગલો ભેગો કર્યો છે. ફટાકડા સળગતાની સાથે જ રૂમમાં ધુમાડો અને અવાજ ફેલાઈ જાય છે. આ પછી તેઓ જોરશોરથી કૂદવાનું શરૂ કરે છે. ત્યારે આ દરમિયાન એક વ્યક્તિ બીકના કારણે ફ્રીજમાં સંતાઈ જાય છે. જો કે, ફટાકડાનો અવાજ એટલો મોટો છે કે આસપાસના લોકો પણ પરેશાન થઈ જાય છે.

વાયરલ થયેલો વિડીયો એક ચર્ચાનો વિષય
આ વિડીયો વાયરલ થત લોકો તેના વિચે ચર્ચા કરવા લાગ્યા છે. ઘણા લોકો માને છે કે ફટાકડા ફોડવા એ આપણી પરંપરાનો એક ભાગ છે અને તહેવારોની મજા આમાંથી જ આવે છે. તે જ સમયે, કેટલાક લોકો માને છે કે આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

આવી જોખમી ઉજવણી પહેલા બીજાનું હિત ઇચ્છવું જરૂરી
આ ઘટના આપણને શીખવે છે કે આપણે આપણી ખુશી કઈ રીતે ઉજવીએ છીએ તે વિશે આપણે વિચારવું જોઈએ. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણી ખુશી બીજા કોઈને નુકસાન ન પહોંચાડે. ફટાકડાને બદલે, આપણે દીવા અને મીણબત્તીઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જે માત્ર સલામત નથી પણ પર્યાવરણ માટે પણ વધુ સારી છે.

લોકોએ કરી આવી કમેન્ટ
આ રીલ ખૂબ વાયરલ થઈ રહી છે. આ રીલને @chandigarh highlights નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 35 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 8 લાખ 27 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો. જ્યારે 1.7 મિલિયન લોકોએ તેને શેર પણ કર્યો છે. વાયરલ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું. “ફટાકડા ફોડવા એ માત્ર ખતરનાક જ નથી પરંતુ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, “ફટાકડામાંથી નીકળતો ધુમાડો અને રસાયણો હવાને પ્રદૂષિત કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તો અન્ય એકે કહ્યું કે ” ભાઈ, આટલું જ્ઞાન ક્યાંથી આવે?