મોટા સમાચાર: બીજેપી નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ કે ફુડ પોઈઝનિંગ

સુરતમાં કોર્પોરેટર અને પહેલી ટર્મમાં શાશક પક્ષના નેતા રહી ચુકેલા નેતાએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નજીકના અને વિશ્વાસુ માનવામાં આવતા ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતએ (Amitsingh Rajput) અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકેલા અમિતસિંહ રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલે પહોંચ્યા છે. પરિવાર દ્વારા આ વાતને રદિયો આપીને કહેવાયું છે કે તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.

પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકેલા અમિતસિંહ રાજપૂતને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જોકે પરિવાર દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમિત સિંહ રાજપુતને દૂધપૌવા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું જેથી દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં આ ફૂડ પોઇઝનીંગ હતું કે પછી આપઘાત નો પ્રયાસ તે અંગે અનેક અટકળો શરૂ થઈ છે.