Banaskantha: પાલનપુર તાલુકાના ખિમાણા ટોલ પ્લાઝા પાસે એક ટ્રકે ગાડીને અડફેટે લીધી હતી. જેથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ગાડી ચાલાક ખિમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરી રહ્યા હતા. જે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટ્રેકે ગાડીને જોરદાર ટક્કર મારીને અંદાજે 500 મીટર સુધી ગાડીને ઢસેડી હતી. તેમજ આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા પોલીની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં જોવા મળી હિટ એન્ડ રનની ઘટના
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુર તાલૂકાના ખીમાણા ટોલ પ્લાઝા પર રાજસ્થાન તફથી આવી રહેલા એક ટ્રક ચાલકે પૂરઝડપે આવી ટોલટેક્સ ભરી રહેલી એક ગાડી ને ટક્કર મારી હતી.
એક મહિલાનું મોત
જેથી અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે ટક્કર માર્યા બાદ ગાડીને હાઇવે રોડ પર 500 મીટર સુધી ઢસેડી હતી. જોકે, અકસ્માતમાં ગાડી ચાલાકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકો દ્વારા ટ્રકમાં ફસાયેલાં ચાલાકને બહાર કાઢ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા અકસ્માતને લઇ જણાવ્યું કે, ટ્રકની બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટના ટોલટેક્સ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અગાઉ ચાર લોકોના મોત થયા હતા
બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નીપજ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App