સુરત એરપોર્ટ પર AI એક્સપ્રેસની દિલ્હીથી આવતી ફ્લાઈટના મુસાફરોના જીવ શા માટે તાળવે ચોંટ્યા?

સુરતઃ દિલ્હી- સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને રવિવારે રાત્રે સુરત એરપોર્ટ (Surat Airport) પર લેન્ડિંગ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. Air India Express ની ફ્લાઇટ IX2750, જે સાંજે 7.50 વાગ્યે દિલ્હી એરપોર્ટથી ઉપડી હતી, તે ઉતરાણના બે નિષ્ફળ પ્રયાસો પછી ત્રીજા પ્રયાસે સુરત એરપોર્ટ પર ઉતરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફ્લાઇટ રાત્રે 9.20 કલાકે સુરત એરસ્પેસમાં પ્રવેશી હતી. રનવેની વેસુ બાજુથી પ્રારંભિક લેન્ડિંગના પ્રયાસને કારણે ટચ- એન્ડ- ગોની સ્થિતિ સર્જાઈ હતી, અગમ્ય કારણોસર ટચડાઉન કર્યા પછી તરત જ એરક્રાફ્ટ પાઈલોટને હવામાં પાછું લઇ જવું પડ્યું હતું.

આ પછી, એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ડુમસ 04 રનવે બાજુથી ઉતરાણ કરવા માટે ક્લિયરન્સ મળ્યા બાદ એરક્રાફ્ટે બીજો પ્રયાસ કર્યો. બીજા  દરમિયાન વિમાન 500 ફૂટની ઉંચાઈ પરથી જ ફરીથી ઉડાન ભરી લેવી પડી અને આમ લેન્ડીંગનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો.

 

સુરતના એરસ્પેસમાં લગભગ 30 મિનિટ ચક્કર લગાવ્યા અને અનેક આંટા ફેરા કર્યા પછી, એરક્રાફ્ટ 9.52 વાગ્યે સફળતાપૂર્વક લેન્ડ થયું. ત્યારે આ મુદ્દે વિમાનનિષ્ણાતો સૂચવે છે કે રનવે અડચણ, એપ્રોચની અસ્થિરતા, પ્રતિકૂળ પવનની સ્થિતિ અને અન્ય ઓપરેશનલ પરિબળો પરિબળોને કારણે લેન્ડીંગ અટકી શકે છે. એરપોર્ટ ઓથોરીટી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જયારે પ્રવાસીઓ પણ આ મુદ્દે દ્રીધામાં દેખાયા હતા.