ગુજરાતમાં આખરે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા સૂકા ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં મોડી રાતથી પરોઢ સુધી હાડ થિજવી દેતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે સિઝનમાં પહેલીવાર નલિયા અને અમદાવાદનું લઘુતમ તાપમાન 12.2 અને 15.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ત્યારે આગામી દિવસમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ- પૂર્વના પવન ફૂંકાય છે. પવનની દિશા બદલાતા આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે.
અંબાલાલ પટેલે કરી આ આગાહી Ambalal patel agahi
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
રાજ્યમાં તાપમાન
હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે, શનિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્યથી ઘટી 15.7 ડિગ્રી નોંધાવાની સાથે સાથે ઠંડા પવનો ફૂંકાયા હતા. ગાંધીનગર પણ સિઝનમાં પહેલીવાર તાપમાન પણ ગગડી 15.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. નલિયામાં 12.2, કંડલામાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 14.1, વડોદરામાં 14.4, અમરેલીમાં 14.6, પોરબંદરમાં 14.5 તાપમાન નોંધાયું હતું.
30 નવેમ્બર સુધી સામાન્ય તાપમાન રહેશે
તો બીજી બાજુ હવામાન વિભાગે તેમની આગાહીમાં માહિતી આપતાં જણાવ્યું કે, અત્યારે પવનની દિશા ઉત્તર-પૂર્વની છે. આ દિશામાં હમણાં કોઈ ફેરબદલ થવાની શક્યતા નથી. પવનની ગતિ 10થી 14 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે. 30 નવેમ્બર સુધી તાપમાનમાં કોઈ મોટું ફેરબદલ થાય તેવી કોઈ શક્યતાઓ નથી.
15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુ વાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના છે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App