ભવનાથ ગાદીપતિ બનવા સાધુઓ એકબીજાના કારસ્તાનના કાંડ ખોલી ધોતિયા ખેંચી કરી રહ્યા છે ‘નગ્ન’

ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના નિધન પછી તેમની ધૂળલોટ વિધિ હતી તે સમયે બપોરે અખાડા પરિષદ દ્વારા ગિરનાર મંડળના સંતોની હાજરીમાં તનસુખગીરી બાપુના સમાધી શિષ્ય તરીકે પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેમગીરી મહારાજની અંબાજી મંદિરના મહંત તરીકે ચાદર વિધિ કરતા હોબાળો થયો હતો.તો બીજી તરફ તેના સગીર શિષ્યે શનિવારે પત્રકારો સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, પ્રેમગીરીએ તે કિશોર વયના શિષ્ય પર અનેક વખત સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

પ્રેમગીરી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યા હોવાનો આક્ષેપ
ગિરનાર પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહવિલય બાદ અંબાજી મંદિરના મહંતપદનો વિવાદ વકર્યો છે. તેમજ ચાદરવિધિ નિમણૂંકને પણ મહેશગીરીએ ગેરકાયદેસર ગણાવી છે. આ સાથે તેમણે હરિગીરીએ ભવનાથ મંદિરનું મહંતપદ મેળવવા રૂપિયા આપ્યાનો જૂના અખાડાના લેટરપેડવાળો પત્ર જાહેર કરી જાણે કે લેટરબોંબ ફોડી દીધો હતો.

હરિગીરીએ જે પ્રેમગીરીના એક શિષ્યનો વિડીયો બતાવ્યો હતો. શનિવારે પત્રકારો સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, પ્રેમગીરીએ તેના પર અનેક વખત સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.તો બીજી તરફ એકલતામાં બોલાવીને અનેક વાર તેઓ તેલનું મસાજને એવું કરાવતા હતા.

તનસુખગીરી બાપુના અંગૂઠાના નિશાન ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યા
તો બીજી તરફ એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે 18મી નવેમ્બરની મધરાત્રીએ રાજકોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલના આઈસીયુમાં તનસુખગીરી બાપુના સેવકો આરામમાં હતા તે સમયે હોસ્પિટલના જ કેટલાક ડોક્ટરની હાજરીમાં અમુક સ્ટેમ્પ પેપર ઉપર સંપૂર્ણ કોમામાં અને બેભાનાવસ્થામાં રહેલા તનસુખગીરી બાપુના અંગૂઠાના નિશાન ગેરકાયદેસર રીતે લઈને તે કાગળોને ત્યાં હાજર રહેલા એડવોકેટની હાજરીમાં નોટરી દ્વારા નોટરાઈઝ કરાવી લેવામાં આવ્યા છે.

પ્રેમગીરી હાય હાયના ઉગ્ર નારા લાગ્યા
તો બીજી તરફ ભવનાથના અન્ય સાધુ તરફ પણ તેમણે આક્ષેપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, મર્યાદામાં રહેજો નહીતો મને તમારા કાળા ચિઠ્ઠા ખોલતા જરાય વાર નહિ લાગે.પ્રેમગીરી હાય હાયના ઉગ્ર નારા લગાવી કોઈપણ ભોગે આ વાત મંજુર ન હોવાથી વિરોધ કરી રહ્યા હતા. તનસુખગીરીના ખાસ શિષ્યોએ અને નાના પીરના પરિવારજનોએ જો પ્રેમગીરીને મહંત તરીકે ધરારથી રાખવામાં આવશે તો સમગ્ર પરિવાર આત્મવિલોપન કરી જવાની ચિમકી આપી માથા પછાડી મહિલાઓએ છાતી કુટી હતી.