ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે 5 ટન ડ્રગ્સ ભારતમાં ઘૂસે એ પહેલા પકડી પાડ્યું

5 ton drugs caught in Andaman: સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ડ્રગ હેરફેર પર મોટી કાર્યવાહીમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના પાણીમાં કાર્યરત એક માછીમારી બોટમાંથી આશરે પાંચ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપ પકડી હોવાની સંભાવના છે.

સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું, “ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના પાણીમાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સનો જંગી માલ પકડ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો હોવાની સંભાવના છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે…

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી એનસીબીને આ ડ્રગ્સ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી NCBએ ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.