Software Devlopers start framing: આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે એવા યુવાનની વાત કરવી છે જે સોફટવેર એન્જિનિયર છે અને ખેડૂત પણ છે. સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ સાથે ફુલોની ખેતી કરીને વેચાણ પણ કરે છે. એટલે જ ખેડૂત, સોફટવેર એન્જિનિયર (Software Devlopers start framing) અને વેપારીનો ત્રિવેણી સંગમ એવા યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી 35 વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલે છૂટથી ઉપયોગમાં લેવાતા ગલગોટાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.
સોફ્ટવેર એન્જીન્યરએ ગલગોટાની ખેતી કરીને લાખોની કમાણી કરી
સતિષ પટેલને ખેતી સાથે લગાવ હતો. અભ્યાસ કરી સોફટવેર એન્જિનિયર બન્યા બાદ સુરત બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળે છે. કોરોના બાદ સોફટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી. જેથી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ઓગષ્ટ-2024માં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું. નાસિકથી એક છોડ રૂા.ચારના ભાવે લાવીને 32000 છોડનું વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઈરીગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચીંગ પધ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચીંગમાં રૂા.26,000 તથા મેરીગોલ્ડમાં રૂા.42500 જેટલી સબસિડી પણ મળી છે.
દરરોજ 250 કિલોનું ઉત્પાદન થાય છે
તેઓ કહે છે કે, ગલગોટાની ખેતીનો સમયગાળો 90 દિવસનો હોય છે. 60 દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે. પણ હાલ મારા ખેતરમાં 105 દિવસ બાદ પણ ફુલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ 250 કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે. . પણ સરેરાશ ભાવ એક કિલોદીઠ રૂા.50નો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે.એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ 15 લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે, જેમાં 40 ટકા ખર્ચ બાદ કરતા રૂા.8 લાખનો ચોખ્ખો નફો થયો હોવાનું સતિષ જણાવે છે.
ફૂલોના વેચાણનું ઉમદા માર્કેટ મળ્યું
આગળ કહ્યું કે, મને સુરતમાં ફૂલોના વેચાણનું ઉમદા માર્કેટ મળ્યું છે, જ્યાં ધાર્યા મુજબ ફૂલોનું વેચાણ થઈ જાય છે. બરબોધન ગામથી સુરત શહેરના અશ્વીનીકુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને જાતે જ વેચાણ કરૂ છું, ફૂલોની યોગ્ય સંભાળ અને યોગ્ય કૃષિ પદ્ધતિથી ઉછેરના કારણે મને ફુલોનો વધુ ભાવ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App