Virat Kohli: વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે. તે T20 વર્લ્ડ કપ પછી ભારત માટે મેદાનમાં ઉતર્યો નથી. જોકે, કોહલી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં રમતો જોવા મળશે.બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. વિરાટ કોહલી (Virat Kohli) પાસે આ સિરીઝમાં સચિન તેંડુલકરથી આગળ નીકળવાની તક છે. જો તે એવું કરવામાં સફળ થશે તો તે દુનિયાનો પહેલો ક્રિકેટર બની જશે.
આ રીતે મેળવી શકે છે આ સિદ્ધિ
તેણે અત્યાર સુધીમાં પોતાની કરિયરમાં 591 ઇનિંગમાં ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 26942 રન બનાવ્યાં છે. તે 27 હજાર રનથી માત્ર 58 રન દૂર છે. જો વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે સિરીઝમાં 58 રન બનાવી લે તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે અને દુનિયાનો પહેલો ક્રિકેટર બની જશે.
સચિન તેંડુલકરે 623 ઇનિંગમાં 27000 રન પૂરા કર્યાં હતા. જ્યારે વિરાટ કોહલી હજુ 600થી ઓછી ઇનિંગ રમીને 26942 રન બનાવી ચૂક્યો છે. જો તે આગામી 8 ઇનિંગમાં 58 રન બનાવી લે તો 600 ઈનિંગમાં 27000 રન પૂરા કરનાર તે ભારતનો પહેલો ક્રિકેટર બની જશે. આ પહેલા કોઈ ક્રિકેટર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. 147 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં આવું પહેલીવાર જોવા મળશે.
કોહલી બની શકે છે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય
વિરાટ કોહલી પિંક બોલ ટેસ્ટમાં 300 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાની ખૂબ નજીક છે. જો તે એડિલેડમાં આ 23 રન બનાવશે તો તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બની જશે.આ સિરીઝમાં કોહલી માટે 58 રન બનાવવા કોઈ મોટી વાત નથી. એટલે એવી પૂરી શક્યતા છે કે તે આ આંકડો પાર કરી લેશે. જણાવી દઈએ કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલકર સિવાય ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સાંગાકારાએ 27000થી વધુ રન બનાવ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App