VIDEO: લગ્ન તો ઘણા બધા જોયા હશે પણ વર-કન્યાની આટલી જોરદાર એન્ટ્રી તમે ક્યારેય નહીં જોઈ હોય

Dulha Dulhan Entry Video: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે પોતાના પ્રંસંગને યાદગાર બનાવવા માટે વરરાજા અને દુલ્હન તેની એન્ટ્રીને કંઈક અલગ કરીને વધુ યાદગાર બનાવે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે ક્રિએટિવ એન્ટ્રી હવે ભારતીય લગ્નોમાં ટ્રેન્ડ બની ગઈ છે. તાજેતરમાં, લગ્નનો (Dulha Dulhan Entry Video) એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કપલ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’થી પ્રેરિત ‘વોર મશીન ગન’ પર બેસીને એન્ટ્રી લેતું જોવા મળ્યું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, તેમાં વર-કન્યાએ જે રીતે એન્ટ્રી કરી છે, વિશ્વાસ કરો કે તમે આ પહેલા ભાગ્યે જ આવું કંઈ જોયું હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 30 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

લગ્નની ખાસ એન્ટ્રીનો વિડીયો થયો વાયરલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નમંડપમાં તમામ મહેમાનો વર-કન્યાની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિએ પોતાના મોબાઈલ હાથમાં લીધા છે, જેથી તેઓ આ ક્ષણને રેકોર્ડ કરવાનું ચૂકી ન જાય. બીજી જ ક્ષણે કન્યા ટોક્યો ડ્રિફ્ટ ઇન ફાસ્ટ એન્ડ પ્યોર સ્ટાઇલ ગીત પર રમકડાની કારમાં સનસનાટીભરી એન્ટ્રી કરે છે. જ્યારે, વરરાજા અન્ય રમકડાની કારમાં એન્ટ્રી લે છે. આ પછી, વરરાજા તેની કારને દુલ્હનની કારની આસપાસ એવી રીતે ડાન્સ કરે છે કે ભલભલા જોઈ રહ્યા હતા.

આ વીડિયોના મિલિયનમાં વ્યુ આવ્યા
આ વીડિયો સૌથી પહેલા TikTok પર વાયરલ થયો હતો, જેને @usedcarinspection નામના યુઝરે શેર કર્યો હતો. માત્ર બે અઠવાડિયામાં, વિડિયોને 2.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3 મિલિયનથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે જ સમયે, 14 હજારથી વધુ લોકોએ ટિપ્પણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

8 લાખથી વધુ લોકો તેને શેર કર્યો
આ સિવાય વીડિયો શેર કરનારા લોકોની પણ કમી નથી. અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો તેને શેર કરી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી કે, વરરાજા જે રીતે પત્નીની આસપાસ ફરતો રહ્યો તે ચોક્કસપણે અનોખો હતો. અન્ય યુઝર કહે છે કે, આ વરરાજા પ્રો ડાઇવર નીકળ્યો. ત્રીજા યુઝરે કમેન્ટ કરી, તમે જે પણ કહો, તે ખૂબ જ ક્યૂટ એન્ટ્રી હતી.