સાળંગપુરના કષ્ટભંજન દેવને કદાચ જ કોઈ વ્યક્તિ નહીં જાણતો હોય. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય શિષ્ય મહાપ્રતાપી ગોપાળાનંદ સ્વામીએ સ્થાપિત કરેલ કષ્ટભંજન દેવની આસ્થા અને હાજરાહજૂર હનુમાનજીના પરચાથી જગતભરના ભાવિકો સાળંગપુર દર્શને પધારે છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની હનુમાન ચાલીસા કથા (hanuman chalisa katha) વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે. સુરતમાં ફરી એકવાર હનુમાન ચાલીસા કથા નું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારૂતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા આયોજિત “શ્રી હનુમાન ચાલીસા યુવા કથા- જીવન પરિવર્તનની આંધી” વિષય સાથે આવતી 28 ડિસેમ્બર 2024 થી 3 જાન્યુઆરી 2025 સુધી સરથાણા વિસ્તારના આઈકોનિક રોડ ખાતે આવેલ રૂક્ષ્મણી ચોક ના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજિત થવા જઈ રહી છે.
આ કથા ભારતના જ નહીં દુનિયાના સૌથી વિશાળ કથા મંડપમાં થવા જઈ રહી છે. 1200 મીટર X 500 મીટરના બેઠક વ્યવસ્થા વાળા આ ગ્રાઉન્ડમાં એવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે છેલ્લે ખૂણામાં બેઠેલા ભક્તજનને પણ સ્ટેજની ઊંચાઈના લેવલ અનુસાર કથા વક્તા દેખાઈ શકે.
આયોજક મંડળના સભ્ય બિપિન તળાવિયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, હનુમાન ચાલીસા કથામાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (Swami Hariprakash) આવશે અને સુરતના ભક્તોને કથાનું રસપાન કરાવશે. આટલું જ નહીં આ કથા ગ્રાઉન્ડમાં વિશાળ આબેહૂબ સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે અને આ મંદિરમાં કષ્ટભંજન દેવ સાળંગપુરમાં બિરાજમાન છે, તેવી જ મૂર્તિ બિરાજમાન થનાર છે. કથામાં આવનાર સૌ ભક્તજનોનું સ્વાગત કરવામાં આવશે અને તેઓ મંદિર દર્શન કરીને કથામાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પાર્કિંગ વ્યવસ્થા પણ એવી ગોઠવવામાં આવી છે કે કોઈપણ ભક્તને વધુ ચાલવું ના પડે અને પાર્કિંગ કરીને સીધા કથામાં પ્રવેશ કરી શકે. 40 વીઘા જગ્યામાં બારસો મીટર બાય 500 મીટર ની બેઠક વ્યવસ્થામાં કથાનું વિશાળ 140 બાય 40 ft નું સ્ટેજ હશે સાથે સાથે એક લાખથી વધુ ભક્તજનો બેસી શકે તેના માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા ગૃહ વિભાગ તરફથી ટેમ્પરરી પોલીસ ચોકીની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આ કથા નો મુખ્ય હેતુ યુવાનોને ખોટા રસ્તે જતા અટકાવવા આટલું જ નહીં નિરાધાર ગંગાસ્વરૂપ એટલે કે વિધવા બહેનો હોય તેમને 15,000 થી વધુ ની કિંમતની અનાજ કરિયાણાની કીટ દર વર્ષે આપવામાં આવે છે. તેના રજીસ્ટ્રેશન પણ શરુ છે. હાલમાં આ રજીસ્ટ્રેશન કથા સ્થળ પર છેલ્લા ઘણા દિવસોથી શરૂ થઈ ગયું છે અને અનેક ગંગાસ્વરૂપ બહેનો ટ્રસ્ટ નહીં સેવાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ત્યારે તમારા આસપાસ, સંબંધી માં જો કોઈ નિરાધાર ગંગાસ્વરૂપ બહેન હોય તો તેમને આ લાભ અવશ્ય અપાવશો.
આ ઉત્સવમાં કાર્યક્રમ પર નજર કરીએ તો ધૂન કીર્તન ભજનની સાથે સાથે ભવ્ય પોથીયાત્રા યોજાનાર છે. આટલું જ નહીં 31 ડિસેમ્બરના રોજ વિશ્વ આખું ફિલ્મી ગીતો પર નાચતુ હશે ત્યારે સુરતમાં એક લાખથી વધુ યુવાનો હનુમાન જન્મોત્સવ ની ભવ્યતા પૂર્વક ઉજવણી આ જ કથામાં કરશે. અને નવા વર્ષનો શુભારંભ કરશે. આટલું જ નહીં નવા વર્ષ નિમિત્તે 11 હજાર કિલો થી વધુ ફળ ફળાદીનો ફલકૂટ ઉત્સવ કરવામાં આવનાર છે. જેમાં ભાવિક ભક્તજનો પોતાના ઘરેથી લાવેલા ફળ પણ કષ્ટભંજન દેવને અર્પણ કરવા કથા સ્થળે આપી શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App