સંસદમાં થઈ જોરદાર ધક્કા મૂકી, બીજેપી સાંસદ થયા ઘાયલ: ભાજપે કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આરોપ, જુઓ વિડિયો

Delhi New Parliament: વિપક્ષે ગઈકાલે બુધવારે આંબેડકર સંબંધીત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એક ટીપ્પણીને લઈને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો અને અમિત શાહનું રાજીનામું પણ માગ્યું હતું. કોંગ્રેસ ઉપરાંત તૃણમૂલ (Delhi New Parliament) કોંગ્રેસ પાર્ટી, ડી એમ કે, આરજેડી અને ડાબેરી પક્ષોએ આ મામલે સંસદના બંને સદનોમાં ઉગ્ર વિરોધ કર્યો હતો જેના લીધે સંસદની કામગીરી રોકવી પડી હતી.

બીજેપી સાંસદોએ મને ધક્કો મારવાની કોશિશ કરી: રાહુલ ગાંધી
ધક્કા મૂકીના મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી સાંસદોએ મને સંસદમાં પ્રવેશવા ન દીધો હતો. બીજેપી સાંસદો એ મને ધક્કો મારવાની કોશિશ કરી હતી.

કોંગ્રેસે આંબેડકરનું સતત અપમાન કર્યું: બીજેપી સાંસદ રેખા
રાજ્યસભા સાંસદ રેખા શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરને બે વાર હરાવ્યા. જ્યારે તેઓ 60 વર્ષ સુધી સત્તામાં રહ્યા તો તેમણે સતત તેમનું અપમાન કર્યું. આ લોકોએ અમિત શાહના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું અને લોકસભા તથા રાજ્યસભાને ચાલવા દીધી ન હતી. તેમને શરમ આવવી જોઈએ કે તેઓ બાબાસાહેબ આંબેડકર ના નામે રાજનીતિ રમી રહ્યા છે.

કાર્યવાહી શરૂ થતા ની સાથે જ લોકસભામાં હંગામો, બે વાગ્યા સુધી સ્થગિત
લોકસભામાં સંસદની કાર્યવાહી શરૂ થઈ તેની સાથે જ સાંસદો તરફથી હંગામો કરવામાં આવી રહ્યો છે. સ્પીકર ઓમ બિરલા એ પૂર્વ સાંસદ એલંગુવનના નિધન પર રોક વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આજની કાર્યવાહી 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

રાહુલ ગાંધીએ સાંસદને ધક્કો માર્યો જે મારા ઉપર પડ્યો: બીજેપી સાંસદ
ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મારા ઉપર પડી ગયો ત્યારબાદ હું પણ નીચે પડી ગયો. જ્યારે હું દાદર પાસે ઉભો હતો ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને એક સાંસદને ધક્કો માર્યો જે મારા ઉપર પડી ગયો. આ સાંસદ સારંગીને આંખ પાસે વાગ્યું પણ છે.

અમિત શાહને ગૃહમાંથી બરખાસ્ત કરવામાં આવે
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત નું કહેવું છે કે આ ચિઠ્ઠી અમે પહેલા એક્સ પર લખી હતી જેમાં તેઓ કહે છે કે ગૃહ મંત્રાલય અને આઈટી મંત્રાલય તેમને ઉદ્દેશીને કહ્યું છે કે જે વિડીયો ગૃહ મંત્રી અમિત શાહનો છે તેને હટાવવામાં આવે કેમકે આ વિડીયો દેશના કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ વિડીયો ભારતના કયા કાયદાનું ઉલ્લંઘન કરે છે? અને ટ્વીટરે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વિડીયો નથી હટાવવાના કારણ કે તેઓ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરે છે.

કઈ વાતનો ગૃહ મંત્રી અમિત શાહને ડર લાગી રહ્યો છે અને તેઓ શું છુપાવવા માંગે છે કારણ કે તેમનું કાળું સત્ય રાજ્યસભાની એ સ્પીચમાં સ્પષ્ટરૂપે અંકિત થઈ રહ્યું છે. સાંસદે વધુમાં આગળ કહ્યું કે 34 પાનાની તેઓની સ્પીચ છે તેમાં ચોખ્ખું લખ્યું છે જે આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ. અમિત શાહ એ માફી માંગવી જોઈએ અને તેમને સદનમાંથી બરખાસ્ત કરવામાં આવવા જોઈએ. હવે પીએમ મોદી પણ તેના બચાવમાં ઉતર્યા છે. પરંતુ અમે ડરવાના નથી.