ભરૂચની રેપ પીડિતા વિચારતી હશે: “હું ગુજરાતની નથી એટલે ગુજરાતના નેતાઓ ધ્રુતરાષ્ટ્ર બની ગયા”

સાહેબ એ ગુજરાતની દીકરી નહોતી એટલે ભરૂચની રેપ ઘટનામાં ગુજરાતના તમામ પક્ષના નેતાઓ ચૂપ છે કેમ કે એમને રાજકીય ફાયદો કે નુકસાન નથી મળવાનું….

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની ઝારખંડની એક બાળકી પર રેપ ગુજારનાર હેવાન ઝારખંડનો વાતની વિજય પાસવાન પોતાના કરતુત જણાવતા કહે છે એણે પહેલા રેપ કર્યો પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળીયો નાખ્યો…. 16 ડિસેમ્બર 2024નો એ દિવસ ઝારખંડનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલે… બાળકી જિંદગી સામે જંગ લડી રહી છે ત્યારે શું વિચારતી હશે? તેની પરિકલ્પના લખવાનો એડિટરે પ્રયત્ન કર્યો છે…

ગુજરાતની ધરતી દુષ્કર્મમાંથી ફરી એક વાર રક્ત રંજીત થઈ છે અને હેવાને પોતાની ક્રૂર કબુલાત પોલીસ સમક્ષ કરી છે. ઝારખંડ થી ગુજરાત આવેલી આ દીકરી ના પેટ, ગુપ્તાંગ સહિતના ભાગોમાં દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કાંડને યાદ અપાવી દે એવી ઈજાઓ પહોંચાડનાર હેવાન સામે પોલીસે એક્શન તો લઈ લીધા છે. પણ દુષ્કર્મની ઘટનાઓમાં છાજિયાઓ લઈને એકબીજાનો વિરોધ કરતા એક પણ પક્ષના એક નેતા ગુજરાતની આ ઘટના પર બોલ્યા નથી. કારણ શું છે જાણો છો? આ દીકરી ગુજરાતની નથી. ઝારખંડની આ દીકરી ની સાથે બનેલી ઘટના બાદ ઝારખંડનું એક પ્રતિનિધિ મંડળ ભરૂચ મુલાકાતે પહોંચી ગયું પરંતુ હજી સુધી ગુજરાતના એક પણ નેતા ના પેટના પાણી હલ્યા નથી.

બાળકી વિચારતી હશે બરાબર 12 વર્ષ પહેલા દિલ્હીમાં બનેલા નિર્ભયા રેપ કાંડ બાદ આજે 16 ડીસેમ્બર 2024 ના દિવસે એ પોતે જ કમનસીબ હશે? એ ઘટના વખતે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતની તાજેતરની બનેલી આ જઘન્ય ઘટનામાં કેમ ગુજરાતના નેતાઓનું પેટનું પાણી હલતું નથી? તે સવાલ ઊભો થયો છે. શું ચૂંટણી આવે ત્યારે જ આવા મુદ્દે હો હા… કરવાની? ગુજરાતની દીકરી હોય તો જ એને દીકરી સમજવાની અને રાજકીય લાભ મેળવવાનો? ઝારખંડ ની દીકરી માટે બે શબ્દ બોલીને કોઈ ફાયદો નથી મળવાનો એટલે તેના ઘરે કે હોસ્પિટલમાં ગુજરાતનો કોઈ નેતા ફરક્યો નથી? સવાલ ઘણા છે પણ સંવેદના અનેક ગણી છે. ભરૂચ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવી તેની જાણકારી આપવામાં આવી છે. પરંતુ ક્યારે જાગશે ગુજરાતના રાજકારણ ઘેલા નેતાઓનું ઈમાન? ક્યારે અટકશે રાજકીય લાભો મેળવવાની રેસ અને આવી જઘન્ય ઘટનાઓ?