શિયાળાના ધુમ્મસને લીધે સ્કૂલવાન અને ટ્રક વચ્ચે થઇ ભયાનક ટક્કર, આટલા વિદ્યાર્થીઓના…

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ફરી એક વખત ગાઢ ધુમ્મસને કારણે દુર્ઘટના ઘટી છે. અહીંયા ગાઢ ધુમ્મસને લીધે એક સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં 10 વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ (Uttar Pradesh Accident) ઘટના સ્તર પર પહોંચી હતી અને એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક કલેકટર ઘટના સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ ગયા છે.

ગાઢ ધુમ્મસને કારણે થઈ દુર્ઘટના
જાણકારી અનુસાર અનુપ શહેર વિસ્તારના અલીગઢ રોડ પર ગુરુવારની સવારે સ્કૂલ વાન બાળકોને લઈને જેપી વિદ્યામંદિર પાસે સ્કૂલમાં જઈ રહી હતી. આ દરમિયાન ગાઢ ધુમ્મસને લીધે ચાલતા ટ્રક અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 બાળકીઓ ઘાયલ થઈ ગઈ હતી.

ઘટના સ્થળ પર પહોંચેલી સ્થાનિક પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોને અનુપ શહેરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડ્યા છે. જેમાં ડ્રાઇવર સહિત સાત બાળકોને અલીગઢ મેડિકલ રિફર કરવામાં આવ્યા હતા. દુર્ઘટના ના સમાચાર મળતા જ પરિવાર લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા જ જિલ્લા કલેકટર પણ ઘટના સર પર પહોંચી તપાસમાં જોડાઈ ગયા હતા.

ઘટના સ્થળ પર પહોંચ્યા અધિકારીઓ
એવામાં ઘટનાની જાણકારી મળતા જ કલેકટર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે દુર્ઘટનાની ખબર મળતા જ અમે અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચ્યા છીએ. હાલ તો બચાવ કામગીરી ચાલી રહી છે. કેટલાક બાળકોને અલીગઢ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટના કયા કારણોસર ઘટી તે મામલે તપાસ કરાવવામાં આવશે.