શુદ્ધ ઘાણીના તેલનો ગંદો ખેલ! 6000 કરોડના કૌભાંડીનું માર્કેટિંગ કરનાર ખજુરભાઈએ કોનો ખેલ કરી નાખ્યો?

સીંગતેલની દુનિયામાં હાલમાં માર્કેટિંગ નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અલગ અલગ બ્રાન્ડના સીંગતેલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. સીંગતેલનું માર્કેટિંગ કેવી રીતે થઈ શકે એનો દાખલો બેસાડનાર સહજ સીંગતેલ નું માર્કેટિંગ જોઈને અને કંપનીઓ પોતાનું માર્કેટિંગ પણ ઈ જ સ્ટાઈલમાં કરી રહી છે અને માર્કેટમાં અન્ય કંપનીનું સીંગ તેલ લઇ રી બ્રાન્ડિંગ કરીને પોતાની બ્રાન્ડ છે તેવું દેખાડી અને રૂપિયા રળવાવાળા પણ માર્કેટમાં ઉતરી પડ્યા છે.

ત્યારે આવું જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયામાં જાણીતા ખજૂર ભાઈ એ સિંગતેલ નું બ્રાંડિંગ કરવા અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું. પરંતુ માર્કેટિંગ નો એક્કો ગણાતા સોશિયલ મીડિયાના સ્ટારે વધુ નફો રળવાની લ્હાયમાં અન્નપૂર્ણા તેલનું નામ બદલીને ખજૂર ભાઈ સીંગતેલ કરી દીધું હોય તેવી ગેરસમજ ઊભી કરી દીધી છે. જેના કારણે અન્નપૂર્ણા જેવી 12 વર્ષ જૂની તેલ કંપનીને નીચુ જોવાનો વખત આવ્યો છે.

સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા સીંગતેલ બ્રાન્ડ ને અલગ અલગ રીતે બદનામ કરતી કોમેન્ટસ નો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સમાજસેવી બનીને માર્કેટમાં ફરતા ખજૂર ભાઈ એ પોતાનો ફાયદો મેળવવા એક જાણીતી બ્રાન્ડ ને બદનામ કરી દીધી છે. જાહેરાત કરવામાં સમાજને નુકસાન થશે કે નહિ એ જોયા વગર તાજેતરમાં જ 6000 કરોડના કૌભાંડમાં આવનાર BZ ગ્રુપનું માર્કેટિંગ પણ પૈસા ભૂખ્યા ખજુરે કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અમારી તપાસમાં સામે આવ્યું છે કે ખજૂર ભાઈ માત્ર ને માત્ર અન્નપૂર્ણા તેલનું બ્રાન્ડિંગ કરવા માટે આ કંપની સાથે જોડાયા હતા. પણ પોતાની કંપની તરીકે દેખાવ ઊભો કરીને પોતાના નામની બ્રાન્ડ ઊભી કરી દીધી છે. હવે હકીકત એ છે કે કોઈપણ સિંગની ઘાણી ખોલવા માટે અને મશીનરી ઊભી કરવા માટે દિવસો લાગી જતા હોય છે ત્યારે અચાનક જ ખજૂર ભાઈએ પલટી મારી પોતાની બ્રાન્ડ માર્કેટમાં લાવી દીધી કેવી રીતે લાવ્યા? શું પહેલેથી જ મેલી મુરાદ સાથે અન્નપૂર્ણા બ્રાન્ડ ને નીચે પાડવા માટે અને તેના ડીલરો સાથે સંપર્ક બનાવવા માટે આખો તખ્તો ઘડાયો હતો?

અન્નપૂર્ણા બ્રાન્ડની ટેલીફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ કંપની 12 વર્ષથી ઢસામાં તેલનો વેપાર કરે છે. તેમની બ્રાન્ડ ને ખજૂર ભાઈ સાથે માત્ર માર્કેટિંગનો જ વ્યવહાર છે. ખજૂર ભાઈ એ શા માટે પોતાની બ્રાન્ડ અચાનક જાહેર કરીને અમારી સાથે દગો કર્યો તેની અમને કોઈ જાણકારી નથી. અને ખજુર સિંગતેલ ક્યાં બને છે એની જાણકારી નથી.