VIDEO: યુનિવર્સિટી બની જંગનું મેદાન, છોકરીઓ એકબીજા સાથે એવી ઝગડી કે જોનારને મજા પડી ગઈ

Viral Video: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત એક પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં બે છોકરીઓ વચ્ચે બરાબરની ઝપાઝપી થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. પહેલા તો છોકરીઓ ગુસ્સામાં એકબીજા સાથે ગાળા ગાળી કરતી દેખાય છે. થોડા સમય પછી આ લડાઈ વધારે ઉગ્ર બની જાય છે. અને એકબીજાના વાળ ખેંચી ઢસડવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટનાક્રમ દરમિયાન કેટલાક અન્ય વિદ્યાર્થીઓ તેમને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ બંને વચ્ચે ગુસ્સો એટલો વધારે હતો કે તેઓ એકબીજાથી અલગ થવાનું નામ લઈ રહ્યા ન હતા. આ દરમિયાન વિદ્યાર્થી અને અન્ય લોકો વચ્ચે પડી તેમને શાંત કરાવવા માટે પૂરી મહેનત કરે છે.

તમે પણ જુઓ વાયરલ વિડિયો
આ વીડિયોના વાયરલ થયા બાદ યુનિવર્સિટીના પ્રશાસનને તરત જ કાર્યવાહી કરતા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક પ્રશાસનને પણ આ પુષ્ટિ કરી છે કે તેઓનો ઝઘડો કયા કારણોસર થયો હતો તેની જાણકારી મેળવી રહ્યા છે. યુનિવર્સિટી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે આ ઘટના ને ગંભીરતાથી લેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક છોકરી બીજી છોકરી ને જમીન પર પછાડી તેના વાળ પકડી જમીન પર ઘસડી રહી છે. એક પછી એક તમાચાઓ મારી રહી છે.