સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના પૂર્વ મેનેજર સહિત 15 લોકો થયા જેલ ભેગા: જાણો સમગ્ર મામલો

State Bank of Saurashtra: સીબીઆઇ(CBI) કોર્ટે શનિવાર 21 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરોડા સ્થિત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને 1.62 કરોડ રૂપિયાની બેન્ક સાથે ખેતરપિંડી કરવા મામલે 15.35 લાખ રૂપિયાના દંડ સાથે ત્રણથી પાંચ વર્ષની (State Bank of Saurashtra) કેદની સજા સંભળાવી છે. સીબીઆઇ 11 સપ્ટેમ્બર 2001ના રોજ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમદાવાદના નરોડામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના તત્કાલીન બ્રાન્ચ મેનેજર ડી.જે ઝાલા એ અન્ય તમામ આરોપીઓ સાથે એક ગુનાહિત કૃત્ય કર્યું હતું. આ લોકોએ સાર્વજનિક આવાસમાં નાણાકીય મામલે એક લોક સેવકના રૂપમાં પોતાના અધિકારનો દૂર ઉપયોગ કર્યો હતો. તેણે ખોટા દસ્તાવેજો બનાવી 1.62 કરોડ રૂપિયાની હોમ લોનને મંજૂરી આપી છેતરપિંડી કરી હતી.

શું છે મામલો?
શનિવારે સીબીઆઇ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બી.જી ઝાલાએ અમદાવાદના તત્કાલીન બ્રાન્ચ મેનેજરના પદ પર નોકરી કરતા નાણાકીય છેતરપિંડી કરી હતી. તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી હોમ લોન પાસ કરી હતી.

તેમજ તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઇએ દોષિત લોકો વિરુદ્ધ અલગ અલગ ચાર્જશીટ રજૂ કરી હતી. આ મામલે કોર્ટે નિર્ણય આપ્યો હતો. તેમાં નવ વ્યક્તિઓ વિરુદ્ધ આરોપ હટાવવામાં આવ્યા છે કારણકે તેમની સજા કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન પૂર્ણ થઈ ગઈ હતી. તેમજ સુનાવણી બાદ સીબીઆઈ કેસની એક કોર્ટે તત્કાલીન બ્રાન્ચ મેનેજર બેચરભાઈ ગણેશભાઈ ઝાલા અને અન્ય ૧૪ વ્યક્તિઓ સહિત કુલ 15 આરોપીઓને સજા સંભળાવી છે.

તેમાં મુકેશ નટવર બ્રહ્મભટ, અમિત અજીત વ્યાસ, ચેતન જગદીશ ભટ્ટ, કરણ વિક્રમ મહિડા, રાજેશ અરવિંદ પટેલ, મહેશ મુરલીધર સબાની, ચિન્મય ગિરીશચંદ્ર ત્રિવેદી, જયેશ શામલાલ અસવાની, રજનીકાંત છોટેલાલ ઉપાધ્યાય, નિલેશ સુરેશચંદ્ર શાહ, વિમલ મહેતા અને હેમેન્દ્ર શાહના નામ સામેલ છે.