ઉત્તર પ્રદેશના મેરઠના સરધના વિસ્તારમાં રોડ કિનારે કારની ટક્કર થવાને લીધે અભિષેક અને તેની પત્ની રેખાનું મૃત્યુ થઈ ગયું છે. આ મૃત્યુ વિશે તેના માતા પિતાને જાણકારી આપવામાં આવી નથી. તેઓને એવું જ કહેવામાં આવી રહ્યું છે કે તેઓની સારવાર ચાલી રહી છે.
B-69, રામ મોહન નગર, સિકંદરાના રહેવાસી અભિષેક આઠ વર્ષ પહેલાં દિલ્હી એનસીઆર માં રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેઓ ગુરુગ્રામની એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત હતા. પરિવાર જન્મે જણાવી કે તેમના પિતા પીકે સિંહ પંજાબ નેશનલ બેંકમાં મેનેજર પદ પર હતા અને હાલ તે નિવૃત્ત છે. તેના બે ભાઈ વિનીત અને સુનિલ છે.
તેના લગ્ન 2011 માં થયા હતા. ગઈકાલે સાંજે પોલીસે પરિવારજનો ને બંનેની દુર્ઘટના વિશે જણાવ્યું હતું. પરંતુ એવું ન જણાવ્યું હતું કે બંનેના મૃત્યુ થયા છે. કેટલાક પરિવારજનો મેરઠ જવા માટે રવાના થઈ ગયા હતા. તે લોકો સાથે મળી તેના વહુ અને દીકરાની સલામતીની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. વડી રાત્રે લાશો તેના ઘરે લઈ જવામાં આવી હતી.
કારમાં ફસાયેલા હતા પતિ પત્ની
અભિષેક સિંગર ઉપર જણાવેલા સરનામે રહે છે. કે ગુરુગ્રામની મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતા. બુધવારના રોજ ક્રિસ્મસની રજા હોવાને લીધે તે પોતાના સાસરિયામાં જઈ રહ્યા હતા. ગામ કપાસડ પાસે જોરદાર વળાંક પર કાર અનિયંત્રિત થઈ ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. અભિષેક અને રેખા કારમાં જ ફસાઈ ગયા હતા. રસ્તે જતા લોકોએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસે ત્યાં રહેલા લોકોને મદદ થી કારમાંથી ફસાયેલા દંપત્તિને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી ન હતી.
કારની છત કાપવામાં આવી
ત્યારબાદ પોલીસે વેલ્ડર અને કટરને ઘટના બોલાવી કારની છત કપાવી અને બંને લાશો બહાર કાઢવામાં આવી. દંપતિ પાસે મળેલા ડોક્યુમેન્ટ ને આધારે પરિવારજનોને જાણકારી આપવામાં આવી. પિતા પ્રદ્યુમન અને નાનો ભાઈ ભીનીત પરિવારજનો સાથે મોડી સાંજે સરધના પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારી સંજય કુમાર જયેશવાલનું કહેવું છે કે પરિવારજનો એ હાલમાં કોઈ ફરિયાદ આપી નથી. આ દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App