અમદાવાદની આ સ્કૂલમાં આઠ વર્ષની દીકરીને આવ્યો હાર્ટ અટેક, શાળામાં જ મોત

Ahmedabad Heart Attack: અમદાવાદની એક પ્રાઇવેટ સ્કૂલમાં શુક્રવારના રોજ 8 વર્ષની દીકરીને હાર્ટ અટેક આવ્યો હતો. જેનું મૃત્યુ થયું છે. આ દીકરીનું નામ ગાર્ગી રાણપરા છે. તે સવારે આઠ વાગે સ્કૂલે પહોંચી હતી. દાદર ચડતી વખતે છાતીમાં અચાનક દુખાવો (Ahmedabad Heart Attack) ઉપડ્યો હતો. દુખાવો ઉપડ્યા બાદ દીકરી લોબીમાં બેંચ પર બેસી ગઈ હતી અને થોડી જ સેકન્ડોમાં જમીન પર પડી ગઈ હતી.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્કૂલ સ્ટાફે બાળકીની દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકીનું મોતનું કારણ હાર્ટ અટેક ગણાવવામાં આવી રહ્યો છે.

અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
ગાર્ગીના માતા પિતા મુંબઈમાં રહે છે. તે દાદા દાદી પાસે અમદાવાદમાં રહેતી હતી. ઘટના બન્યા બાદ પોલીસે સ્કૂલ જાય સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પણ શાળામાં તપાસ કરી હતી. ગાર્ગી સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરે હાર્ટ અટેક આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુ નું સાચું કારણ સામે આવશે.

9 જાન્યુઆરીના રોજ કર્ણાટકની શાળામાં પણ આવી જ બની હતી ઘટના
આવો જ મામલો ગઈકાલે ગુરુવારે કર્ણાટકના ચામરાજ જિલ્લામાં સામે આવ્યો હતો. અહીંયા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં આઠ વર્ષની બાળકી તેજસ્વીની ક્લાસરૂમમાં શિક્ષકને પોતાની નોટબુક દેખાડવા માટે પોતાની સીટ પરથી ઉઠી અને બેહોશ થઈ ગઈ હતી. પોતાની જાતને સંભાળવા માટે તેણે દીવાલનો સહારો લીધો હતો પરંતુ તે જમીન પર પડી ગઈ. સ્કૂલના લોકોએ તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી. પરંતુ ડોક્ટર હોય તેને મૃત જાહેર કરી હતી. અહીંયા પણ ડોક્ટરોએ બાળકીનું મૃત્યુ હાર્ટ એટેકને લીધે થયું હોવાનું જણાવ્યું હતું.