Nitin Gadkari News: કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઘાયલ થનારાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર સારા લોકો માટે ઇનામની રાશિ વધારીને 25000 રૂપિયા કરશે. હાલમાં ઇનામમાં આપવામાં આવતી રાશિ 5000 રૂપિયા છે. કેન્દ્રીય રોડ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ (Nitin Gadkari News) આ જાણકારી પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આપી હતી.
રોડ સેફટી મુદ્દે અભિનેતા અનુપમ ખેર સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતિન ગડકરી કહ્યું કે તેમણે રોડ પરિવહન મંત્રાલયને ઇનામની રાશિ વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં આ ઇનામની રાશિ તે વ્યક્તિ માટે ખૂબ ઓછી છે, જે રોડ દુર્ઘટનામાં શિકાર થયેલા લોકોને હોસ્પિટલ અથવા ટ્રોમાં સેન્ટર લઈ જાય છે.
જણાવી દઈએ કે રોડ એકસીડન્ટ થયાના એક કલાકની અંદર જેને ગોલ્ડન અવર કહે છે, જો પીડિત હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવશે તો તેના જીવતા બચવાની સંભાવના ખૂબ વધી જાય છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2021થી ઇનામ આપવાની શરૂઆત કરી હતી. જેનાથી લોકો રોડ દુર્ઘટનામાં પીડિતોની મદદ કરવા અને તેને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે.
હાલમાં આ યોજના અંતર્ગત રોડ એકસીડન્ટના પીડીતોને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને ઇનામ તરીકે રાશિની સાથે સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ઇનામની ધન રાશિ યોગ્ય વ્યક્તિને મળે તે નક્કી કરવા માટે ઘણા વેરીફિકેશન કરવામાં આવે છે. આ ઉપરાંત રોડ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયની પોલીસી કહે છે કે જે લોકો કોઈ દુર્ઘટના પીડિતની મદદ માટે આગળ આવે છે તે જ પ્રોત્સાહન રાશિ અને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે. પબ્લિક ડોમેનમાં આ વાતનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે અત્યાર સુધી કેટલા લોકોને રોડ દુર્ઘટનામાં પીડીતોની જીવ બચાવવામાં મદદ કરવા માટે ઇનામ આપવામાં આવ્યું હોય.
થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ “કેશલેસ ટ્રીટમેન્ટ”ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સરકાર રોડ દુર્ઘટનામાં પીડિતોના સાત દિવસના ઈલાજ માટે 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ ઉઠાવશે. કેન્દ્રીય મંત્રીએ હિટ એન્ડ રનની ઘટનાઓમાં મૃતક પરિવાર માટે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App