મેટ્રો ટ્રેનની સામે જ રેલવે ટ્રેક પર પડી છોકરી, આગળ જે થયું વિડીયો જોઈ તમારા શ્વાસ થંભી જશે

Metro viral video: દુર્ઘટના ક્યારેય કોની સાથે થાય કે કંઈ કહી શકાતું નથી. ઘણી વખત દુર્ઘટના ખૂબ દુઃખદાયક હોય છે, પરંતુ ક્યારેક લોકોનું ભાગ્ય તેનો સાથ આપે છે અને તેઓ બચી જાય છે. પરંતુ તે દ્રશ્ય જોઈને લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. કંઈક એવી જ દુર્ઘટનાનો શિકાર થયેલી (Metro viral video) એક છોકરીનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમારા શ્વાસ થંભી જશે.

રેલ્વે ટ્રેક પર પડી છોકરી અને સામેથી આવી ગઈ મેટ્રો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મેટ્રો સ્ટેશન પર ઉભેલી છોકરી અચાનક રેલવે ટ્રેક પર પડી જાય છે. છોકરીને રેલવે ટ્રેક પર પડતી જોઈ લોકોમાં અફર તફરી મચી જાય છે. એવામાં તે ટ્રેક પર જ મેટ્રો ટ્રેન પણ આવી જાય છે. છોકરીનો જીવ જોખમમાં જોઈ લોકો તેને બચાવવા માટે આગળ આવે છે, પરંતુ ચાલતી ટ્રેનની સામે ઉતરવાની કોઈની હિંમત થતી નથી.

એવામાં લોકો મેટ્રો ટ્રેનના લોકો પાયલેટને ટ્રેન રોકવાનું સિગ્નલ આપે છે. આ જોઈ લોકો પાયલટ પણ ટ્રેનને ત્યાં થોભાવી દે છે. જોકે ટ્રેનની સ્પીડ વધારે હોવાને કારણે ટ્રેન રોકાતા રોકાતા તે છોકરીની નજીક આવી ગઈ. પરંતુ અંતે ટ્રેન થોભી ગઈ હતી. જેવી ટ્રેન રોકાઈ તો સ્ટેશન પર હાજર રહેલા લોકોએ છોકરીને ટ્રેક પર ઉતરીને બચાવી લીધી હતી.

વીડિયો જોઈ લોકોએ દુર્ઘટના વિશે નું કારણ પૂછ્યું
શ્વાસ થંભાવી દેનાર આ વીડિયોને સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો દોઢ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આ છોકરી રેલ્વે ટ્રેક પર પડી કઈ રીતે? ઘણા લોકોએ છોકરીનો જીવ બચી ગયો એટલા માટે ભગવાન અને મદદ કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.