પ્રેમિકાએ પ્રેમીને રાત્રે એકલા રૂમમાં મળવા બોલાવ્યા બાદ પૂરી દીધો પેટીમાં…જાણો સમગ્ર ઘટના

Couple Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વિડીયો વાયરલ થતા રહે છે, જે લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જેવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક છોકરીએ (Couple Viral Video) પોતાના પ્રેમીને પેટીમાં સંતાડી દીધો હતો. આ વિડીયો પ્રેમી પ્રેમિકા વચ્ચેની એક મજેદાર અને રોમાંચક ઘટનાને બતાવે છે. જેને જોઈ લોકો આચાર્યચકિત થઈ ગયા છે.

પ્રેમીને રૂમમાં બોલાવ્યો
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે છોકરી પોતાના પ્રેમી સાથે રૂમમાં હોય છે, ત્યારે ઘરના લોકોને શક જાય છે અને તે અચાનક રૂમમાં આવે છે. ડરી ગયેલી છોકરીએ ઉતાવળમાં પ્રેમીને એક પેટીમાં બંધ કરી તાળું મારી દે છે. ઘરવાળાઓ જ્યારે રૂમમાં વિખેરાયેલો સામાન અને બંધ પેટી જુએ છે તો તેમને શક જાય છે. તે છોકરીને તાળું ખોલવા માટે કહે છે. પરંતુ પહેલા છોકરી તાળું ખોલવાની ના પાડે છે. છેલ્લે પરિવારજનોએ ખૂબ દબાણ કર્યું એટલા માટે છોકરી તાળું ખોલે છે અને જેવી પેટી ખોલી તો તેમાંથી પ્રેમી બહાર નીકળી જાય છે. આ વીડિયોને instagram પર શેર કરવામાં આવ્યો છે.

પેટી ખુલતાની સાથે જ બહાર નીકળ્યો પ્રેમી
જેવું પેટીનું તાળું ખોલ્યું અને પ્રેમી ત્યાંથી બહાર નીકળ્યો, પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે આશ્ચર્યમાં પડી ગયા અને ગુસ્સામાં તેને પકડવા માટે દોડ્યા. આટલા બધા ઘરવાળાઓને જોઈ પ્રેમી આમતેમ ભાગવા લાગ્યો. આ તમામ વચ્ચે છોકરી પોતાના પ્રેમીનો બચાવ કરવા માટે પૂરી કોશિશ કરે છે અને ઘરવાળાઓને રોકવા માટે તેની સાથે ઝઘડવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Viral Ka Tadka (@viral_ka_tadka)

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
આ ઘટના એટલી વિચિત્ર હતી કે જે કોઈએ પણ જોઈ તે પોતાનું હસવું ન રોકી શક્યા. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયો છે અને હવે આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો પર કમેન્ટ કરતા લોકો જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ આ ઘટનાના ઘણા મીમ્સ પણ બનાવ્યા છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.