એક માતા આવી પણ: પતિ બહાર ફરવા ન લઈ ગયો તો માસુમ દીકરાને ઢીબી નાખ્યો

Mother beat son: દેશની આર્થિક રાજધાની મુંબઈથી મમતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. અહીંયા એક મહિલાએ પોતાના વહાલ સોયા દીકરા સાથે એવો વ્યવહાર કર્યો છે, તેને જોઈ અને સાંભળીને તમે ચોકી જશો. પોતાના પતિથી નાખુશ આ મહિલાએ પોતાના ત્રણ વર્ષના દીકરાને પ્લાસ્ટિકના પાઇપ વડે એટલો(Mother beat son) બધો માર્યો કે તેની પીઠ પર નિશાન પડી ગયા હતા.

જાણકારી મળ્યા બાદ બાળકના પિતાએ તેને રાજવાડીના હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. જ્યાં ડોક્ટરોએ બાળકની હાલત જોતા તેને icuમાં શિફ્ટ કર્યો છે. જાણકારી મળ્યા બાદ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે બાળકની હાલત જોઈ અને બાળકના પિતાની ફરિયાદના આધારે માતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

પોલીસ તપાસ કરી રહી છે. આ મામલો મુંબઈના ઘાટકોપરનો છે. બાળકના પિતા મૌસાદએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક વર્ષો પહેલા તેના લગ્ન ગુડિયા બાનુ ખાન સાથે થયા હતા. આ બંનેના લગ્નજીવન બાદ તેમને એકત્રણ વર્ષનો દીકરો છે, તે પરિવાર સાથે ઘાટકોપરના નારાયણ નગરમાં રહે છે.

બાળક પર ઉતાર્યો પતિનો ગુસ્સો
મૌસાદના જણાવ્યા અનુસાર ગુડિયા ગુરૂવારના રોજ કશે ફરવા માટે કહી રહી હતી. જોકે તેની પાસે સમય ન હતો એટલા માટે તેણે ના પાડી હતી. આ વાતથી નારાજ થઈ ગુડિયાએ પોતાનો ગુસ્સો પોતાના 3 વર્ષના દીકરા પર ઉતારી દીધો હતો. પહેલા તો ગુડિયાએ તેના દીકરાને ઉછાળીને ફેંકી દીધો, તેનાથી મન ન ભરાયું તો પ્લાસ્ટિકનો પાઇપ લઈ ઢોર માર માર્યો હતો. તેનો દીકરો પહેલા બૂમો પાડતો રહ્યો, પરંતુ બાદમાં તે બેભાન થઈ ગયો હતો.

માર માર્યા બાદ ફરાર છે બાળકની માં
જાણકારી મળ્યા બાદ તેનો પતિ ઘરે પહોંચ્યો અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં બાળકોના ડોક્ટરે છોકરાને દાખલ કર્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકની પીઠ પર ઘણા બધા નિશાનો મળ્યા છે. જોકે બાળક પહેલેથી નબળો છે એટલા માટે તે પોતાના માતાના જુલમને સહન ન કરી શક્યો હતો અને તે બેહોશ થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પિતાની ફરિયાદના આધારે આરોપીની માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી માતાની શોધખોળ કરી રહી છે પરંતુ તેનો મોબાઇલ બંધ છે અને તે ફરાર થઈ ગઈ છે.