માર્કેટમાં આવી નવી ટેકનોલોજી: હવે તમારી આંખનો રંગ બદલી શકાશે, બસ ખર્ચવા પડશે માત્ર આટલા રૂપિયા

EYE Color Surgery: આજના સમયમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા હોય છે. સુંદર દેખાવા માટે લોકો જાત ભાતની સર્જરી પણ કરાવતા હોય છે. સુંદરતા મેળવવા માટેની (EYE Color Surgery) ઈચ્છા લોકો વચ્ચે એટલી બધી પ્રબળ થઈ ગઈ છે કે તેઓ પોતાના શરીરનો ખ્યાલ પણ નથી રાખતા. જો સીધા શબ્દોમાં કહીએ તો વિજ્ઞાને હવે એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે તમારા હિસાબે તમારું શરીર બની શકે છે. હાલમાં જ મહા કુંભ મેળામાં મોનાલીસાની સુંદર આંખો ખૂબ વાયરલ થઈ છે. એવામાં આ પ્રકારની એક સર્જરી આજકાલ ચર્ચાનો વિષય બનેલી છે. જેની મદદથી તમે તમારી આંખનો રંગ બદલી શકો છો.

સર્જરીનો એટલો વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે કે અમેરિકામાં હવે આ વાયરલ ટ્રેન્ડ બની ગયો છે. જેનો શ્રેય લોસ એન્જેલસના એક આંખના ડોક્ટરને જાય છે. અંગ્રેજી વેબસાઈટ ન્યુયોર્ક પોસ્ટ સાથે વાત કરતા આ ડોક્ટરે જણાવ્યું કે આજકાલ આ ખૂબ ટ્રેન્ડિંગ છે. આ એવી રીતે છે જેનાથી લોકો પોતાના સ્તન, ફેસ લિફ્ટિંગ અને બોટોક્સ કરાવે છે. આમાં કોઈ મોટી વાત નથી.

અહીંયા જુઓ વિડિયો

આના પર જ્યારે ડોક્ટરને સવાલ કરવામાં આવ્યો કે આ સર્જરી કેવી રીતે થાય છે તો તેમણે કહ્યું કે અમે આંખની કીકી પાસે રંગને ઇન્જેક્ટ કરીએ છીએ. આ પ્રક્રિયા માત્ર 15 થી 20 મિનિટ જેટલો સમય જ લે છે. આ પ્રક્રિયા દર્દ રહિત હોય છે. તેના માટે લોકોને એક આંખના 6,000 ડોલર એટલે કે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. એટલે કે કુલ 10 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે.

આ પ્રક્રિયા સુરક્ષિત છે. જેનાથી આગળ જતા તેઓને કોઈ મુશ્કેલી પડતી નથી. તેના કારણે જ આજકાલ આનો ટ્રેન્ડ લોકો વચ્ચે ખૂબ વધારે જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ ડોક્ટર પોતાના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેમના tiktok પર લગભગ 3.4 મિલિયન અને instagram પર 3,19,000 થી વધારે ફોલોવર છે. જ્યાં તેઓ પોતાના કામ સાથે ના વિડીયો લોકો વચ્ચે શેર કરે છે.