Spider rain in Brazil: બ્રાઝિલના મિનસ ગેરેજ રાજ્યના નાના એવા શહેર સાઓ થોમે દાસ લેટ્રાસમાં હાલમાં જ એક વિચિત્ર અને ડરાવનારી ઘટના જોવા મળી છે. ત્યાંના સ્થાનિક લોકો અને ઓનલાઇન જોનારા વ્યક્તિઓને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે સેકડો કરોળિયા (Spider rain in Brazil) આસમાનથી પડતા દેખાયા. આ નજારો કોઈ ભૂતિયા ફિલ્મથી ઓછો ન હતો. આ અસામાન્ય દ્રશ્ય એ સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર જોનારા લોકોને ચોંકાવી દીધા હતા. આ ઘટના સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હતી, જેનું કારણ પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
શા માટે થયો કરોળિયાનો વરસાદ?
જોકે આ દ્રશ્ય લોકો માટે ખૂબ ધરાવનારું હતું, પરંતુ વૈજ્ઞાનિકોના અનુસાર આ ઘટના સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હતી. જીવવિજ્ઞાનિક કેરોન પાસોસ ના જણાવ્યા અનુસાર આ કરોળિયા પોતાની પ્રજનન પ્રક્રિયા અંતર્ગત એક વિશાળ જાળમાં ભેગી થાય છે, જેનાથી એવું દેખાય છે કે તે આકાશમાંથી પડી રહી છે. માદા કરોળિયા પાસે એક વિશેષ અંગ હોય છે, જે તેને નર કરોળિયાના શુક્રાણું ને સ્ટોર કરવાની ક્ષમતા આપે છે. તેનાથી તેઓ પોતાના ઈંડાને અલગ અલગ નર કરોળિયાના શુક્રાણુ સાથે ભેળવી શકે, જેથી તેઓ નું સંતાન મજબૂત અને વિવિધતા પૂર્ણ હોય છે.
Sometimes, young spiders use a trick called “ballooning”—they release silk into the air and let the wind carry them. When a lot of them do this at once, it looks like spiders are falling from the sky. #Brazil pic.twitter.com/H4G71ALS2O
— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) January 31, 2025
શું આવી ઘટના પહેલા પણ થઈ છે?
દિલચશ્પ વાત એ છે કે આ ઘટના પહેલી વખત નથી જ્યારે આ શહેરમાં આવી રીતે થયું છે. વર્ષ 2019 માં પણ આવી રીતે જ કરોળિયાનો વરસાદ જોવા મળ્યો હતો, જેણે આખા શહેરને અજમ્બો કમાડી દીધો હતો. હવે આ વખતે પણ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી બાયર થઈ રહ્યો છે અને તેને જોઈને બધા ચોકી ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App