બહેનપણીએ જ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2.5 કરોડ રૂપિયા પડાવી લીધા, હવે પોલીસે કરી આરોપીઓની સંપત્તિ જપ્ત

Hydrabad sextortion: હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરનારી એક યુવતી પાસેથી તેના બાળપણની મિત્ર અને તેના પતિએ હોસ્ટેલમાં 2.5 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. યુવતીના ડરનો ફાયદો ઉઠાવી તેમણે તેમની પાસે પીડીતાના નગ્ન વીડીયો(Hydrabad sextortion) હોવાનો દાવો કરી 2.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પૈસા માટે આ યુવતી ઉત્પિડનનો વિરોધ ન કરી શકી અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પૂર્વ ગોદાવરી જિલ્લાના નીદાદાવોલની રહેવાસી યુવતી હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને તે એક હોસ્ટેલમાં રહે છે. થોડા દિવસ પહેલા અનુષા દેવીની મુલાકાત પીડિતા સાથે તેજ હોસ્ટેલમાં થઈ હતી. પોલીસનું કહેવું છે કે બંને બાળપણથી મિત્ર છે.

ત્યારબાદ અનુષાએ પીડીતાનો  દેવ નાયક નામના એક યુવક સાથે પરિચય કરાવ્યો અને દાવો કર્યો કે તે તેનો પતિ છે. કેટલાક દિવસો બાદ દેવનાયકએ પોતાના સુર બદલ્યા અને યુવતીને ફોન કરીને કહ્યું કે તેનો નગ્ન વિડીયો તેની પાસે છે. આ વિડીયો તેણે ઇન્ટરનેટ પર અપલોડ ન કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી.

ત્યારબાદ દેવ નાયકએ પીડિતા પાસેથી પૈસા લઈ લીધા અને દાવો કર્યો કે તેણે અન્ય લોકોની મદદથી યુવતીની સમસ્યાનું સમાધાન કરી દીધું છે. તેની પાસેથી ઘણી વખત પૈસા માંગવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેણે પૈસા આપવાની ના પાડી તો તેણે પછી તેને ધમકાવવાનું શરૂ કર્યું. દેવનાયકે પીડિતા પાસેથી 2.53 કરોડ રૂપિયાથી વધારેની ઉઘરાણી કરી હતી. જ્યારે આરોપીઓ દ્વારા ઉત્પિડન સહન ન થયું તો પીડિતાએ છેલ્લે પોલીસનો સંપર્ક કર્યો હતો.

ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે 2 ફેબ્રુઆરીના રોજ ગૂંટુર જિલ્લાના ચીનાકાકાનીમાંથી દેવનાયકની ધરપકડ કરી લીધી હતી. તેની પાસે 1.81 કરોડ રૂપિયાની સંપતિ પણ જપ્ત કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ તમામ વસ્તુઓ પીડિતા પાસેથી પડાવવામાં આવી હતી અને ખરીદવામાં આવી હતી. આરોપીની મદદ કરનાર અનુષા દેવીની ભૂમિકાની તપાસ પણ ચાલી રહી છે.