ભિખારીની ઝૂંપડીમાંથી નીકળ્યો કુબેરનો ખજાનો: અડધો કિલો ચાંદી, રેસિંગ બાઈક સાથે આ વસ્તુઓ મળી આવી…

Millionaire Beggar: બિહારના મુઝફરપુરમાં ચોરી કરવામાં આવેલ રેસિંગ બાઈકની શોધખોળ કરતાં, પોલીસ અધિકારી જ્યારે એક ભિખારી મહિલાના ઘરે પહોંચ્યા (Millionaire Beggar) તો તેઓ દંગ રહી ગયા હતા. મહિલાના ઘરેથી બાઈક સહિત વિદેશી સિક્કા, સોના ચાંદીના ઘરેણા અને 12 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે આ બધો સામાન તેનો જમાઈ ચોરીને લાવ્યો હતો. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. હાલમાં આરોપી જમાઈ ફરાર છે.

મુજફરનગર જિલ્લાના કરજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. રેસિંગ બાઈક કેટીએમની શોધખોળ કરતા પોલીસ એક ભિખારી મહિલાના નાના એવા ઝૂંપડામાં પહોંચી હતી. જ્યાં તેમને બાઈક સહિત ઘરેણા ચાંદીના સિક્કા અને બાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

મહિલાની ઓળખ બિહારી માનજીની પત્ની નીલમ દેવીના રૂપે થઈ છે, જે ભીખ માંગવાનું કામ કરતી હતી. મહિલાએ જણાવ્યું હતું કે પહેલા તે ગલીઓમાં ફેરી લગાવી મચ્છરદાની વેચતી હતી. આ ઉપરાંત તે ભીખ પણ માંગતી હતી. આ દરમિયાન તે ઘરની રેકી કરતી હતી.

રેકી કર્યા બાદ તેનો જમાઈ ચુટુકલાલ ટાર્ગેટ વિશે તેની સાસુ પાસેથી જાણકારી મેળવતો હતો. અને જમાઈ ચોરી કર્યા બાદ સાસુ પાસે તે સામાન મૂકી દેતો હતો. પૂછપરછ દરમિયાન મહિલા ભિખારીએ જણાવ્યું હતું કે આ બધો સામાન તેનો જમાઈ ચોરી કરીને લાવ્યો હતો.

ધરપકડ કરવામાં આવેલ મહિલા પાસે એક ચોરીની બાઈક સહિત અડધો કિલો ચાંદી, 12 મોબાઇલ અને ઘણા વિદેશી સિક્કા પણ મળી આવ્યા છે. પોલીસે ઘણી અલગ અલગ કંપનીઓના મોબાઈલ જપ્ત કર્યા છે. ચોરી કરેલા સામાનમાં મહિલાઓના ઘણા ઘરેણાઓ પણ હતા.

કુવૈતના સિક્કા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કા પણ હતો, વિવિધ કંપનીઓના 12 મોબાઇલ સહિત ચાંદી સોનાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમાઈ અલગ અલગ શહેરોમાં ચોરી કરી પોતાની સાસુ પાસે ચોરી કરેલો સામાન રાખી દેતો હતો.