આપ નેતાનો આરોપ: મતદાન થયું નથી કે ભાજપે ધારાસભ્યોની ખરીદ-વેચાણ કર્યું ચાલુ

allegation BJP buying MLAs: દિલ્હીમાં વિધાનસભાના ચૂંટણીના પરિણામ પહેલા જ આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજયસિંહ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. સંજય સિંહએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે અમારા ધારાસભ્યોને (allegation BJP buying MLAs)ઓફર મળી રહી છે.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે. જેમાં ભાજપને બહુમતી મળી રહી છે. ચૂંટણી પરિણામ પહેલા જ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ ભાજપને લઈને ચોકાવનારું નિવેદન આપ્યું છે.

સંજય સિંહે કહ્યું છે કે અમારા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ પૈસાની ઓફર કરી છે. અમારા 7 ધારાસભ્યોને 15 કરોડની ઓફર કરવામાં આવી છે. ભાજપે મત ગણતરી પહેલા જ હાર માની લીધી છે.

રાજ્યસભાથી આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. જેમણે આ વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ધારાસભ્યોનો ભાજપએ સંપર્ક કર્યો છે. તેઓ પાર્ટીને તોડી ચૂંટણી જીતવા માંગે છે. અમે પણ તે ધારાસભ્યોને કહી દીધું છે કે એવા કોઈ ફોન કોલ આવે તો તેમનું રેકોર્ડિંગ કરી લો. જો કોઈ તમને મળવા આવે છે, તો તેનો વિડીયો બનાવી લો. ભાજપ દિલ્હીમાં મોટા અંતરથી હારી રહી છે.

દિલ્હીમાં ગયા બુધવારે મતદાન સાથે જ ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે.વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અલગ અલગ સર્વે એજન્સીઓએ દિલ્હી માટે એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. એક્ઝિટ પોલમાં 26 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વખતના ભાજપ સત્તા પર રહેલ આમ આદમી પાર્ટી કરતા આગળ છે તેવા આંકડા સામે આવી રહ્યા છે.